ગોધરાના ચિખોદ્રા નોંધ નં.2 વાળી જમીનમાં બની બેઠેલા બોગસ ખેડુતો તપાસ થાય તેવી માંગ

ગોધરા,
ગોધરા તાલુકાના ચિખોદ્રાની નોંધ નં.2ના બોગસ ખેડુતો બનેલ જે રામજી મંદિરની પોતાની માલિકી મિલ્કતોમાં લધુમતી કોમના ઈસમો બોગસ ખેડુતો બની બેઠા છે અને તેમ આગળ પડતા જે પંંચમહાલ જીલ્લા કલેકટર ગોધરા મહેસુલી કર્મચારીઓ, અધિકારીઓ સાથે વર્ષોથી સાંઠગાંઠ ધરાવતા ઈસમો દ્વારા મોટા પ્રમાણની રામજી મંદિરની જમીનો પોતાની (બાપ-દાદા)ની મિલ્કતો હોય તેવું કાયદા વિરૂદ્ધ તથા ચેરીટી કમિશ્ર્નરોને તથા રામજી મંદિરના વહીવટદારોને કોઈપણ જાતની જાણ કે સંમતિ વગર કાયદા વિરૂદ્ધ મહેસુલી વિભાગ તરફ થી અનેક પ્રકારના હુકમો કરી કરાવી દાનની મિલ્કતો થી બોગસ ખેડુતો બની બેઠા છે અને અનેક પ્રકારના ભળતા નામો તથા અનેક પ્રકારના સુધારા હુકમ તથા એન.એ. તથા મોટા મોટા ઉદ્યોગો રામજી મંદિરની નોંંધ નં.2 છુપાવી તેમજ ઓનલાઈન હોવા છતાં ઓનલાઈન નહી મુકી અનેક પ્રકારની રેવન્યુ રેકર્ડ છુપાવી સરકારી પંચમહાલ જીલ્લાના કર્મચારીઓએ ઉપલા અધિકારીઓની જાણ બહાર અનેક પ્રકારની રેકર્ડમાં ગેરરીતિઓ આચરેલ છે. જે તપાસ થાય તો પંચમહાલમાં 1535 ખેડુતો પાસેથી સહાય પેટેના કરોડોનો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે. તેમજ લધુમતી કોમના મૂળના ખેડુતો છે કે, તે પણ બહાર આવે તેમ છે.

લોકો બોગસ ખેડુતો બનેલાના કિસ્સાઓ ખોટી રીતે તેમના દાદા, પરદાવા હિન્દુસ્તાન છોડી પાકિસ્તાન ચાલ્યા ગયા છે. તેમ છતાં પંચમહાલ જીલ્લા કલેકટરના કર્મચારીઓ, અધિકારીઓ દ્વારા કોઈપણ રેકર્ડ રૂલ્સ તથા વહીવટી અધિકાર પરત્વે કોઈ કાર્યવાહી થતી નથી અને મંદિરો, મસ્જીદો, નવી શરતની જમીનો 73 એ.એ. વિગેરે વાળી મિલ્કતો બાબતે તથા મંજુર કરનાર સર્કલ ઓફિસર- તકરારી કેસો ચલાવનારા પ્રાંત અધિકારી ગોધરાના કર્મચારીઓ તથા આર.ટી.એસ. અપીલ જીલ્લા કલેકટરના કર્મચારીઓ, અધિકારીઓ દ્વારા વિગેરે મહેસુલી પંચમહાલ જીલ્લા ગોધરા તરફ થી કોઈપણ ભરતા નામો તથા બોગસ ખેડુતો બનેલની વિગતો તપાસ કરી કરવામાં આવતી નથી અને બોગસ ખેડુતો દ્વારા ભળતા નામો અંગે ઉપલા અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવતું નથી. જેથી સરકારને કરોડો, ખરબોનું નુકશાન થાય છે. જેથી બોગસ બની બેઠેલા ખેડુતોની તપાસ મહેસુલ વિભાગ દ્વારા રામજી મંદિર થી ખેડુતો બની બેઠેલાની તટસ્થ તપાસ થાય તો મોટા પ્રમાણમાં બોગસ ખેડુતો પંચમહાલ જીલ્લા માંથી મળી આવે તેમ છે અને ગેરકાયદેસર ગરીબ ખેડુતોની સહાય લેનારાના તેમજ બોગસ ખેડુતો બનનારના અનેક કિસ્સાઓ મોજે ચિખોદ્રાની નોંધ નં.2 થી મળી આવે તેમ છે. તેમજ આ દાનની રામજી મંદિર મુળ જુની શરતની નહી હોવા છતાં ખોટા કાયદા વિરૂદ્ધ કરેલા હુકમો કયા કયા કર્મચારીઓ તથા અધિકારીઓ દ્વારા થયા તે પણ તપાસ થાય તો કાયદાની અવગણના કરનાર તમામ કર્મચારીઓ, અધિકારીઓ પંચમહાલ જીલ્લા ગોધરાના પાસે થી કાયદાકીય ગેરરીતિઓ વહીવટદારો કરેલ બાબતે નામ જોગ તેઓની પાસે તેઓની મિલ્કતો તથા બેંક લોકરો સગા સંબંધીઓના તપાસ કરી કરાવવામાં આવે તો અને ખોટા રામજી મંદિર, મસ્જીદો તથા અન્ય પ્રકારની ગેરરીતિઓ તપાસવામાં આવે તો સરકાર વહીવટદારોની રેકર્ડી ગેરરીતિઓના પર્દાફાશ થાય તેમ છે. આમ, રામજી મંદિરની કેટલીક જમીનો સરકાર ઉપર ભુમાફિયા લધુમતી કોમના ઈસમો અનેક પ્રકારની ગંદી નીતિ નિયમો વિરૂદ્ધની ચાલો ચાલી રહ્યા છીએ અને રામજી મંદિરના વહીવટદારોની જાણ બહાર પંચમહાલ જીલ્લા કલેકટરના કર્મચારીઓ, અધિકારીઓ મોટી મોટી લાંચો આપી ખરબો, કરોડોની નોંધ નં.2 નું કોઈપણ જાતનું ધ્યાન દોર્યા વગર અનેક પ્રકારના ના થાય તેવા કાયદા તથા સરકારના આદેશો વિરૂદ્ધના લધુમતી કોમના ઈસમો ગરબડ ગોટાળા કરી કરાવી રહ્યા છે. જો રામજી મંંદિરની મિલ્કતો થી કોઈ ખેડુતો બની શકે નહી. કારણ કે, ધર્માદા દાની અને નવી શરતની જમીનો આવેલી છે. જેથી રામજી મંદિરના આધારા પુરાવા ખેડુત તરીકે માન્ય રાખ્ય નહી તેવી હિન્દુ સમાજ દ્વારા અનેક પ્રકારની રામજી મંંદિરની જમીનો પરત મળે તથા બોગસ બની બનાવેલ ખેડુતો દુર થાય તેવી આશાઓ છે. હિન્દુ સમાજ પોતાની માલિકી મિલ્કતો બાબતે હકક અધિકાર ગુજરાત સરકાર પાસે માંગે છે અને હિન્દુ મુસ્લીમ વિગેરે કોમના ભાઈઓથી કોઈ વેરઝેર નથી. ફકત અમારી માલિકી મિલ્કતોની અમારી મંત્રી મહેસુલ તથા તેમના મહેસુલી અધિકારીઓની કાયદા મુજબ કાર્યવાહી કરી કરાવવાની માંગ છે.