ગોદલી ગામે દીપડાએ પશુ પર હુમલો કરી એક પશુનું મારણ કર્યું

ઘોઘંબા,

ઘોઘંબા પંથકમાં અવાર નવાર દીપડો હુમલો કર્યા ની વિગતો સામે આવતી હતી. ત્યારે કેટલાક દીપડાને ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરે પુરવામાં આવ્યા હતા, પરંતુ આજે ગોદલી માં દીપડાએ પશુ પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે ઘોઘંબા તાલુકાના ગોદલી ગામના ડુંગરી ફળિયામાં રહેતા પંકજભાઈ ખુમાનભાઈ રાઠવાના ઘરે રાત્રીના ત્રણ ચાર વાગ્યાના અરસામાં ઘરના પરિવાર જનો મીઠી ઊંઘ માણી રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ બળદ અને ભેંસ બાંધેલા હતા. ત્યાં દીપડાએ પાડા પર તરાપ લગાવી ઘાતંકી હુમલો કરી પાડાનું મારણ કર્યું હતું અને નજીક બાંધેલા બળદને નાની મોટી ઈજાઓ પહોંચાડી હતી અને તુરંત ઘરના સભ્યો જાગી જતા બુમાબુમ થતા દીપડો ખેતર તરફ ભાગી જઈ પલાયન થઈ ગયો હતો અને આ વાત વાયુવેગે પંથકમાં ફેલાતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ મચ્યો છે. અગાઉ પણ ખુંખાર દીપડો ઘોઘંબા પંથકમાં આંતક મચાવી કેટલાક માસૂમ બાળકોનો જીવ લઈ ચુક્યો છે. ત્યારે તેનો આંતક હજુ પણ યથાવત હોય તેમ લાગી રહ્યું છે.