ગોળી ગળવાની જરૂર નહીં રહે; માત્ર પીવાની રહેશે: દર્દીની મુશ્કેલી હળવી કરતી શોધને પેટન્ટ

દવાઓ બાબતે સારા સમાચાર છે. ટુંકમાં તમારે મસમોટી ગળું રૂંધી દેતી ગોળીઓ ખાવી નહીં પડે કે પાતળી કેપ્સ્યુલથી ઉલ્ટી કરવી નહીં પડે. ગોળી લેવાની આનાકાની કરનારા બાળકો અથવા ડાયાબીટીસ, હાયપરટેન્શન અથવા અલ્ઝામેરથી પીડાતા વૃદ્ધોને પણ ગોળી આપવાની ઝંઝટમાંથી છૂટકારો મળશે. એમ.એસ.યુનિવર્સિટીના સંશોધકોએ ચોરસ કમ્પોઝીશન્સ અને પ્રોસેસ તૈયાર કર્યા છે જેથી દર્દીઓને દવા લેવી સરળ બનશે. ફાર્મસી વિભાગના ડીન ડો. કૃત્રિકા સાવંતે જણાવ્યું હતું કે અમે અત્યંત નાના માઈકોન કદના પાર્ટિકલ્સ (કણો) માં દવા તૈયાર કરી છે. આ પાર્ટિકલ્સ પર પોલીમર્સના કોટિંગનાબે લેબર-પડ લગાવવામાં આવ્યા છે. પર્યાવરણથી માણસના શરીરમાં જાય ત્યાં સુધી સુરક્ષિત રહે તે માટે આમ કરવામાં આવ્યું છે. આ કારણે શરીરમાં નિયંત્રીત અને એકધારી રીતે દવા જાય તે સુનિશ્ર્ચિત કરવામાં આવ્યું છે. ભારત સરકારની પેટન્ટ ઓફીસે આ આશાસ્પદ શોધ માટે પેટન્ટ આપી છે. આનાથી દર્દીને દવા લેવાની ફ્રીકવન્સી પણ ઘટી જશે.

સંશોધકોએ પાર્ટિકલ્સને પાવડરસ્વરૂપે અને તેમને (પાવડરને) ચોરસ ટેબ્લેટમાં સ્વરૂપાંતર કરવાની બે રીતો વિકસાવી છે, જેથી તે સહેલાયથી મોઢામાં વિસર્જીત થઈ જાય. સરળ ભાષામાં કહીએ તો દવા પાવડરસ્વરૂપે મળશે. એક મહિનામાં કે સપ્તાહમાં તમારે એમાં થોડું પાણી ઉમેરી, હલાવી લીકવીડ ફોર્મેશનના ડોઝ પીવા રહેશે.