ગોધરા, ગોધરા શહેર પથ્થર તલાવડી રોડ ઉપર રહેતા આરોપીએ સગીરાના ધરમાં પ્રવેશ કરી શારીરિક અડપલા કરવાના ગુનાના આરોપી હોય તેના દ્વારા સ્પે.જજની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરેલ હોય તે જામીન અરજી નામંજુર કરાઈ છે.
ગોધરા પથ્થર તલાવડી રોડ ઉપર રહેતા સુનિલ કિશનભાઇ દંતાણી દ્વારા ફરિયાદીની સગીર વયની દિકરીને આરોપી ધરમાં પ્રવેશ કરી શારીરિક અડપલા કરેલ હોય તેની ફરિયાદ ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે નોંધાતા પોલીસે આરોપી સુનિલ કિશનભાઇ દંતાણીની અટક કરી જયુ. કસ્ટડીમાં મોકલી આપેલ હતો. તેવા આરોપી દ્વારા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી પંચમહાલ સ્પેશ્યલ જજ આર.જે.પટેલની કોર્ટમાં મુકી હતી. તે રેગ્યુલર જામીન અરજીની સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં સરકારી વકિલ રાકેશ એસ.ઠાકોની વિગતવાર દલીલોને ધ્યાને લઇ આરોપી સુનિલ કિશનભાઇ દંતાણીની રેગ્યુલર જામીન અરજી નામંંજુર કરાઈ હતી.