ગોધરા,ગોધરા નગર પાલિકાની સ્થાપનાને 2025ના વર્ષમાં 150 વર્ષ પુરા થતાં હોય તેની ઉજવણી માટે શહેરાના વિકાસ માટે 150 કરોડની ગ્રાન્ટ ફાળવવા માટે રાજ્યના મુખ્યમંત્રીને પાલિકાના માજી સભ્ય દ્વારા રજુઆત કરાઈ છે.
ગોધરા નગર પાલિકાની સ્થાપનાને વર્ષ-2025માં 150 વર્ષ પુરા થઈ રહ્યા છે. પાલિકાના સ્થાપના 150 વર્ષની ઉજવણી માટે શહેરના વિકાસ માટે 150 કરોડની ગ્રાન્ટ ફાળવવા આવેલ ગોધરા પાલિકાના સ્થાપના 1875માં થઈ હતી. તે મુજબ 2025માં 150 વર્ષ પુરા થઈ રહ્યા છે. તેના પુરાવા ગોધરા પાલિકા દ્વારા બહાર પાડેલ ગુજરાત નગર પાલિકા પરીષદનું 16મું અધિવિશેન 27/06/1992ની સ્મારણિક બુક અને ઈ-ગર્વનન્સ અંતર્ગત નાગરિક સુવિધા કેન્દ્રના શુભારંભ પ્રકાશિત તા.30/04/2024ના રોજ બહાર પાડેલ શતદલ સ્મૃતિ અંક આ બન્ને બેંકના નિમંત્રક પાલિકા હતા. 2017માં ગોધરા ઈતિહાસના અરીસામાં બુકલેટ જેના લેખક મૌલાના ઝિયાઉદ્દીન હાજી ઈબ્રાહીમ આલમ અને અનુવાદક મૌલાના સુફયાન મૌલાના યુસુફ બઢા હતા. આ ત્રણ બુકલેટમાંં ગોધરા પાલિકાની સ્થાપના વર્ષ 1875માં થયેલ હોય તેની ગણતરી કરતાં 2025ના વર્ષમાં ગોધરા પાલિકાને 150 વર્ષ પૂર્ણ થાય છે. તેની ઉજવણી રૂપે ગોધરા શહેરના વિકાસ તેમજ શહેરીજનોને જરૂરી સુવિધા મળી રહે અને 150 વર્ષની ઉજવણી ઐતિહાસીક બને તેવું આયોજન કરવામાં આવે અને 150 કરોડની ગ્રાન્ટ ફાળવવામાંં આવે. ગોધરા પાલિકાના માજી સભ્ય યાકુબ અ.સલામ બકકર (તપેલી)એ રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી છે કે, 2009માં હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે રોકાયેલ હતા. તે ફરીથી ગોધરા શહેરમાંં પુનરાવર્તન કરાય તેવી રજુઆત કરાઈ છે.
આ પણ વાંચો : ગૃહમંત્રી અમીત શાહની ફેક એડીટર વિડીયો વાયરલ કરવામાં દાહોદ આપ પાર્ટીના જીલ્લા અધ્યક્ષની અમદાવાદ સાઈબર સેલ અટકાયત કરી.
ગોધરા નગર પાલિકામાં સરકાર દ્વારા ફાળવવામાં આવતી ઓકટ્રોઈ ગ્રાન્ટ પૈકી કચેરીના અધિકારીઓ દ્વારા ભુતકાળમાંં આંકડાની માહિતીમાં થયેલ ભુલના કારણે ગ્રાન્ટ ઓછી મળતી હોય છે. જેના કારણે પગારો મોડા થતા હોય તેમજ મહેકમ ખર્ચ અને પેન્શનરોને પેન્શનની મોટી રકમ તેમજ નિભાવ ખર્ચ વિકાસના કામો તેમજ ગોધરા પાલિકા વર્ગમાંં આવતી હોય વધતા જતા શહેરી વિસ્તારને ધ્યાને લઈ ફળવાતી ગ્રાન્ટ 100ટકા મુજબ ગ્રાન્ટ ફાળવવામાં આવે.
ગોધરા પાલિકાએ અ-વર્ગની નગર પાલિકામાંં આવતી હોય જેમાં વિવિધ વિભાગના સ્ટાફમાં અંદાજીત કુલ 80 ટકા જેટલી તેમજ સફાઈ કામદારોમાંં 60 ટકા જેટલી જગ્યાઓ ખાલી હોવાથી કામગીરીમાંં તકલીફ પડતી હોય તેમજ અપૂરતા સ્ટાફના કારણે નાગરિકો સાથે સંંધર્ષમાંં ઉતરવું પડતું હોય ત્યારે તત્કાલીક અસરથી જગ્યાઓ ભરવા માટે સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવે.
ગોધરાના નિચાણવાળા વિસ્તારોમાંં વરસાદી પાણીના નિકાલ માટેનો મોટો પ્રશ્ર્ન છે. જેને લઈ વારંવાર પાણી ભરાઈ જવાના બનાવો બનતા હોય છે. શહેરની મધ્યમાં આવતા યોગેશ્ર્વર કેનાલ, સિંદુરીમાતા કેનાલ, મીઢીનો કોતર, પોલન બજાર કોતર, રાજ પેલેસ કેનાલ, સ્મશાન રોડ કેનાલ, લીલેસરા રોડ લુણસા તળાવ થી પઠાણ ટી સેન્ટર થી નૂરક્રેન નાળા થી લઈ ઉસ્માનગની પ્રાથમિક શાળા મેશરી નદી સુધી તેમજ નવિન છ ગ્રામ પંચાયતોનો સમાવેશ થયેલ હોય તેમાં સમાવિષ્ટ વાવડી પંચાયત આઈ.ટી.આઈ. કોલેજ થી પસાર થતું કોતર જાફરાબાદ થી પ્રભાનાળા રહી મેશરી નદીમાં જોઇન્ટ થતાં કોતરોની સાફ સફાઈ કરાઈ. આર.સી.સી. દિવાલો બનાવવા માટે ગ્રાન્ટ ફાળવવામાંં આવે.