ગોધરા,ગોધરાના ગોન્દ્રા ઉજેર મસ્જીદની પાછળ મેશરી નદીના કિનારે રહેમતનગર વેજલપુર રોડ ઉપર રહેતા 35 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા રહેમતનગર વેજલપુર રોડ ઉપર રહેતા મોસીન ફારૂક ભોયુ એ તા.17 જાન્યુઆરીના રોજ કોઈ અગમ્યકારણોસર ગોન્દ્રા ઉજેર મસ્જીદ પાછળ મેશરી નદીના કિનારે ઝેરી દવા પી જતાં દવા સારવાર માટે ખસેેડવામાં આવ્યો. આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.