ગોધરા તાલુકાના યુવક કુવા ઉપર પાણી ભરતી વખતે આકસ્મિક રીતે કુવામાંં પડી જતાંં ડુબી જવાથી મોત

ગોધરા તાલુકાના એરંડી ગામે એક યુવક પીવાનું પાણી ભરવા માટે કૂવા પાસે ગયો હતો. ત્યારે આકસ્મિક રીતે પગ લપસી જતા યુવક કૂવામાં પડી ગયો હતો. જેથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને યુવકને બચાવવાની કોશિશ કરી હતી. પરંતુ કૂવો ઊંડો હોવાના કારણે યુવક ઊંડા કૂવાનાં પાણીમાં ગરકાવ થયો હતો.

આજુબાજુના સ્થાનિક રહીશોએ તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી અને કલાકોની જહેમત બાદ યુવાનનો મૃતદેહ કુવામાંથી બહાર કાઢ્યો હતો.

ગોધરા તાલુકાના એરંડી ગામે આવેલ નવલખી મંદિર ફળિયામાં રહેતા ધર્મેન્દ્રકુમાર રમેશભાઈ બારીયા પોતાના ઘર નજીક આવેલ કુવામાં પીવાનું પાણી ભરવા માટે ગયા હતા.અને આકસ્મિક રીતે પગ લપસતા ધર્મેન્દ્ર કુમાર કુવામાં પડી ગયા હતા. જેથી આજુબાજુના સ્થાનિક રહીશોએ ધર્મેન્દ્રકુમાર બારીયાને બચાવવાની કોશિષ કરી હતી, પરંતુ કુવો ઊંડો હોવાના કારણે ઊંડા કૂવાનાં પાણીમાં ગરકાવ થયા હતા. જેથી સ્થાનિક લોકોએ ગોધરા ફાયર બ્રિગેડને કોલ કરીને જાણ કરી હતી.

ગોધરા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક એરંડી ગામે પહોંચી અને મૃતદેહને બહાર કાઢવા માટેની તજવીજ હાથ ધરી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ લોખંડના પાઇપ વાળા પલંગની મદદથી કલાકોની ભારે જહેમત બાદ કુવામાં ઉતરીને યુવાનનો બહાર કાઢ્યો હતો. ધર્મેન્દ્રકુમાર બારીયા નો મૃતદેહ બહાર કાઢતા પરિવારના લોકો માં માતમ સર્જાયો હતો.