ગોધરા લીલેસરા ગામે સર્વે નં.54/10વાળી જમીનમાં ખોટો દસ્તાવેજ તરીકે ઉપયોગ સાચા તરીકે ગુનાના આરોપીના આગોતરા જામીન નામંજુર કરતી કોર્ટ

ગોધરા,\ ગોધરા તાલુકાના લીલેસરા ગામની રે.સર્વે નં.54/10વાળી ખેતીની જમીનમાં ખોટા દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરનાર આરોપીએ પંંચમહાલ ચોથા એડીશીનલ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકતા જામીન અરજી નામંજુર કરાઈ.

ગોધરા તાલુકાના લીલેસરા ગામની રે.સર્વે નં.54/10 ખેતી ઉપયોગ જમીન ફરિયાદી યુસુફ અહેમદ ઈસ્માઈલ અલાખના પિતાના ફોઈ હલીમા મુસા આલમના નામે આવેલ હતી. આ જમીનમાં ફરિયાદીના પિતાના ફોઇ 1926માં વેચાણ હકકની દાખલ થયેલ હતી અને 7/12માં નામ ચાલું હતું. ફરિયાદીના પિતાના ફોઈ 1955ની સાલમાં પાકિસ્તાન ખાતે જતા રહેલ હોય અને જમીન ફરિયાદીના પિતાના ફોઈના નામે ચાલુ હતી. સાબેરાબીબી હાફીજ ઈબ્રાહિમની દિકરીને અબ્દુલ રઝાક સાબુની પત્નીએ પોતાના નામે ખોટી વારસાઈ કરેલ હોવાનું જાણવા મળતા ફરિયાદીએ નકલો કઢાવેલ જેના લીલેસરા સર્વે નં.54/10 જમીનમાં નોંધ 10298થી સાબેરાબીબી હાફીજ ઈબ્રાહિમ દિકરી તે અબ્દુલ રઝાક સાબુની પત્નીના નામ ઉપર થઈ ગયેલ હોય આ બાબતે કલેકટર કચેરી ખાતે અરજી કરી આરોપીઓ સાબેરાબીબી અબ્દુલ રઝાક સાબુની પત્ની, સુલેમાન અબ્દુલ સત્તાર કુરકુર, મોહસીન ઈસ્માઈલ ભટુક, શોકત સિદ્દીક જુજારા, સોહેલ સુલેમાન કુરકુર એ જમીન પચાવી પાડવાના આશયથી પૂર્વ આયોજીત કાવતરું કરી ખોટું સોગંદનામું તેમજ ખોટું પેઢીનામું તૈયાર કરી સાચા તરીકે ઉપયોગ કરવામાંં અને રાજ્ય સેવક થી છુપાવી પોતાનું સુનોયોજીત કાવતરું પાર પાડવા આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ થયેલ હતી. આ ગુનામાં આરોપી સુલેમાન અબ્દુલ સત્તાર કુરકુર (રહે. કુરકુર પ્લોટ, હમીરપુર)એ ગોધરા ચોથા એડીશીનલ ડીસ્ટ્રીકટ જજ પી.એમ.માલવીયાની કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલ હતી.

આ અરજી પંચમહાલ ચોથા એડીશીનલ ડીસ્ટ્રીકટ જજની કોર્ટમાં આગોતરા જામીન અરજી કોર્ટમાં ચાલી જતાં જીલ્લા સરકારી વકિલ રાકેશ એસ.ઠાકોરની દલીલો અને પોલીસ તપાસના પેપર્સને ધ્યાનમાં લઈ આરોપી સુલેમાન અબ્દુ સત્તાર કુરકુરની આગોતરા જામીન અરજી નામંજુર કરવામાં આવ્યા.