ગોધરા હાઈવે રોડ ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા ખેડુતોના ટ્રેકટર રોકી ખોટી રીતે મેમો આપી હેરાન કરતાં હોવાનો આક્ષેપ

  • સ્થાનિક નેતાઓ ટ્રાફિક પોલીસની ખેડુતોને કરાતી હેરાનગતિ બંધ કરાવે તેવી માંગ.

ગોધરા,ગોધરા હાઈવે રોડ ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા ખેડુતોના વાહનોને ઉભા રાખી તમામ કાગળો પુરતા હોવા છતાં યેનકેન પ્રકારે હેરાન કરવા આવી રહ્યા છે અને ખેડુતોના વાહનોને મેમો આપવામાં આવી રહ્યો છે. ત્યારે સ્થાનિક નેતાઓ દ્વારા ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાંં આવતી હેરાનગતિ દુર કરવામાંં આવે તેવી માંંગ કરાઈ છે.

ગોધરા ટ્રાફિક પોલીસ હાઈવે રોડ ઉપર જે ખેડુતો પોતાના પાકને સેમ્પલીંગ માટે ગોધરા ખાતે આવતા હોય તેવા ખેડુતોના ટ્રેકટરોને ટ્રાફિક પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા અને ટ્રેકટરમાં પાક ભરીને બીજ નિગમમાં સેમ્પલીંગ માટે આવતા હોય છે. તેવા ખેડુતોના વાહનોને ટ્રાફિક પોલીસ દ્વારા રોકવામાં આવે છે અને ખેડુતો પાસે વાહનના પુરતા કાગળો હોવા છતાં ટ્રેકટરમાં ભરેલ માલ ઉપર તાડપત્રી નાખેલ નથી. તેમ કહીને યેનકેન પ્રકારે ખેડુતોને હેરાન કરવા માટે મેમો ફાડવામાંં આવ્યો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા ખેડુતોના પાક ભરીને બિજ નિગમમાં આવતા હોય તેવા ટ્રેકટરોને ઝડપીને ટ્રાિ:ક પોલીસ દ્વારા કરવામાંં આવતી હેરાનગતિને લઈ ખેડુતોમાંં ભારે રોષ જોવા મળ્યો હતો. ખેડુતો દ્વારા ટ્રાફિક પોલીસ દ્વારા ખેડુતોને કરાતી હેરાનગતિ માટે સ્થાનિક નેતાઓ કઈ કરે નહિ તો આવનાર દિવસોમાં આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાંં આવી છે.