
ગોધરા તાલુકાના કાંકણપુર પોલીસ મથકના ભ્રષ્ટાચારના ગુનામાં નાસતા ફરતા બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના કાંકણપુર પોલીસ મથકના ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-2018ની કલમ 13(1)(એ), 12ના ગુનામાં આરોપી ચંદ્રકાંત વાલજીભાઇ સુથાર (રહે. ડભવા, સાગટાળા, દે.બારીયા) તેમજ અરવિંદભાઇ ગણપતભાઇ ધીંગા (રહે. બાંડીબાર,તા.લીમખેડા) નાસતા ફરતા વોન્ટેડ આરોપી હોય આ બન્ને આરોપીઓ અંગે પંચમહાલ પેરોલ ફલો સ્કોર્ડને બાતમી મળી હતી કે, આરોપી ચંદ્રકાંત વાલજીભાઇ સુથારને નીઝામપુરા વડોદરા ખાતેથી ઝડપી પાડવામાંં આવ્યો. જ્યારે અરવિંદભાઇ ગણપતભાઇ ધીંંગા (બાંડીબાર, લીમખેડા) ખાતેથી ઝડપી પાડવામાંં આવ્યા હતા. ઝડપી પાડવામાં આવેલ બન્ને આરોપીને નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે આગળની તપાસ માટે સોંપવામા આવ્યા.