ગોધરા,ગોધરાના અબ્રાહમ પટેલના મુવાડા ગામની સરકારી પડતર જમીનમાં રોડ કોન્ટ્રાકટર દ્વારા માટી ખનન કરી લાખો મેટ્રીક માટીનુંં ખનન કરી સરકારી પડતર જમીનને તળાવમાં ફેરવી નાખવામાં આવ્યું.
ગોધરાના અબ્રાહમ પટેલના મુવાડા ગામે સરકારી જમીનમાં રોડનુંં કામ કરતી એજન્સી દ્વારા આડેધડ માટી ખનન કરીને લાખો મેટ્રીક ટન માટીનું ખનન કરીને સરકારી પડતર જમીનને તળાવમાં રૂપાંતરીત કરી દેવામાં આવી છે. રોડ બનાવતા કોન્ટ્રાકટર દ્વારા સરકારી પડતર જમીન માંથી માટી ખનન કરવા માટે પરવાનગી લેવામાં આવી છે કે કેમ? એક તરફ ગોધરા શહેર નજીક સરકારી પડતર જમીન રહી નથી અને જે શહેરની નજીક વિસ્તારમાં રહી છે. તેવી સરકારી પડતર જમીનમાંં કોઈપણ જાતની મંજુરી વગર માટીનુંં ખનન મોટી મશીનરી મુકીને કરવામાં આવ્યું. જેને લઈ સરકારી પડતર જમીન ખોદકામને લઈને તળાવ બનાવી દેવામાં આવ્યું છે. પ્રશ્ર્ન થાય છે કે કોઈ રોડ રસ્તાની કામગીરી કોન્ટ્રાકટર કે એજન્સીને સોપંવામાં આવી હોય ત્યારે સરકારી પડતર જમીન માંથી માટી ખોદકામ કરી તેના ઉપયોગ કરવા માટેનો આવા ટેન્ડરોમાં ઉલ્લેખ થતો હશે કે પછી રોડની કામગીરી કરતાં કોન્ટ્રાકટરો નાણાંની બચત કરવા માટે નજીકના સ્થળેથી સરકારી પડતર જમીન માંથી માટી ખનન કરીને પોતાના પ્રોજેકટ પુરા કરવામાં આવી રહ્યા છે. હાલ ગોધરા નજીક અબ્રાહમ પટેલના મુવાડા ગામે સરકારી પડતર જમીન માંંથી રોડ કોન્ટ્રાકટર દ્વારા સરકારી પડતર જમીન માંથી લાખો મેટ્રીક ટન માટી ખનન કરી તળાવ બનાવી દેવામાં આવ્યું છે. ત્યારે ગોધરા મામલતદાર કચેરી દ્વારા સરકારી પડતર જમીનમાં માટી ખનન માટે કોના દ્વારા મંજુરી આપવામાં આવી છે. જો મંજુરી વગર માટી ખનન કરવામાં આવ્યું હોય તો રોડ કોન્ટ્રાકટર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.