પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા શહેરના જહુરપૂરા પોસ્ટ ઓફિસની બાજુમાં રહેતા આરીફ એહમદ ગોરાએ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ગત 11 મે શનિવારે બપોરે સાડા ત્રણ કલાકે તેઓએ તેમજ તેઓના ભાઈ સિદ્દીક એહમદ ગોરાએ સાજીદ યામીન બંગલી, યામિન મોહમ્મદ યુસુફ બંગલી અને રમજાની મોહમ્મદ યુસુફ બંગલીને સિમલા વિસ્તારમાં આવેલ દરૂણીયા ચોકડી પાસે આવેલ ખુલ્લી જગ્યામાં ગાડી ન મૂકવા બાબતે જણાવ્યું હતું. જેથી સાજીદ યામિન બંગલી અપશબ્દો બોલવા લાગ્યા હતા અને આરીફ એહમદ ગોરાને લોખંડની પાઇપ માથાના પાછળના ભાગે અને કપાળમાં મારીને ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે યામિન મોહમ્મદ યુસુફ બંગલી અને રમજાની મોહમ્મદ યુસુફ બંગલીએ સિદ્દીક એહમદ ગોરાને લોખંડની પાઇપ મારીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપવામાં આવી હતી. સમગ્ર મામલે ત્રણેય ઈસમો સામે તા.12 મે રવિવારે રાત્રે 12 કલાકે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવા પામી છે.