ગોધરાની ગોવિંદ ગુરૂ યુનિ.નો છઠ્ઠો પદવીદાન અને સુવર્ણચંદ્રક એનાયત સમારોહ રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને સમારોહ યોજાયો

ગોધરાની ગોવિંદ ગુરૂ યુનિ.નો છઠ્ઠો પદવીદાન અને સુવર્ણચંદ્રક એનાયત સમારોહ રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને મુખ્ય અતિથિ તરીકે રાજ્ય કક્ષા, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા, પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઇ ખાબડ, પુર્વ શિક્ષણ માંત્રી અને ધારાસભ્ય જીતુભાઇ વધાણી, ગોધરા ધારાસધ્ય સી કે રાઉલજી, યુનિ.ના કુલપતિ ડૉ.પ્રતાપસિંહ ચૌહાણ, કુલસચિવ ડૉ. અનિલભાઈ સોલંકી સહિત મહાનુભવોની ઉપસ્થિતીમાં સમારોહ યોજાયો હતો. યુનિ.ના કુલપતિએ જણાવ્યું હતું કે 6 વર્ષમાં 250થી વધુ કોલેજોએ યુનઉ સાથે જોડાણ કર્યુ છે. હાલ 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. યુનિવર્સિટી પરિસરમાં નવનિર્મિત વિવિધ ભવનો તેમજ સંપૂર્ણ વાતાનુકૂલિત વિશ્વ કક્ષાના ઇન્ડોર સ્ટેડિયમ તેમજ ગ્રીન બિલ્ડિંગના દરજ્જાથી પ્રમાણિત એવી યુનિ.ની ઉપલબ્ધિઓ સહિતનો ચિતાર આપ્યો હતો. રાજ્યપાલે યુનિ.ના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે કરેલ યુનિ.ની કામગીરીને બિરદાવી હતી. ડીગ્રી મેળવનાર વિદ્યાર્થીઓ અને પ્રધ્યાપકોને શુભેચ્છા પાઠવી હતી. શાંતિથી બેઠેલા વિદ્યાર્થીઓને જણાવ્યુ હતુ કે દુનિયા ઝડપથી આગળ વધી રહી છે. તો તમે શાંત ન બેસશો. તમે યુવાન છો તમે તેજસ્વી છો તમારે આગળ વધવાનુ છે. વડાપ્રધાન યુવા વર્ગ પર ગર્વ અનુભવે છે. દેશને આત્મનિર્ભર બનાવવાનું અને વિકસીત ભારતના નિર્માણના સંકલ્પને સાકાર કરવા જઇ રહ્યા છે. ગોવિંદ ગુરૂ મહારાજે આદિવાસીઓને એકત્ર કરી દેશની આઝાદી માટે આંદોલન કર્યુ હતુ. તેમના નામથી યુનિ.ની સ્થાપના કરી છે. તે યુનિ.માં તમે અભ્યાસ કરો છો. અભ્યાસ માટે જે પરિશ્રમ કર્યુ છે. તેના ફળ સ્વરૂપે તમને પદવી આપવામાં આવનાર છે. તમને ડીગ્રી મળી જશે. શિક્ષિત હોવાનુ એટલે ફક્ત ડીગ્રી મેળવવાની નહી પરંતુ એક જવાબદાર વ્યક્તિ અને જવાબદાર નાગરીક બનવાનું છે. જવાબદાર એટલે તમે જીવનમાં કર્મ યોગ્ય કામ કરો તે ઇમાનદારી કરવા જણાવ્યુ હતુ. પીએચડીના 70 ઉમેદવારોને અને 47 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કર્યા આવ્યા હતા. પદવી મેળવવા માટે યુનિ. સંલગ્ન કોલેજોમાંથી અરજી કરેલ કુલ 17816 વિદ્યાર્થીઓને યુનિ. દ્વારા પોસ્ટ દ્વારા પદવી પ્રમાણપત્ર મોકલી આપશે . પદવીદાન અને સુવર્ણચંદ્રક સમારોહમાં અનુસ્નાતક વિભાગોના પ્રોફેસરો, સંયોજકો, સંલગ્ન તમામ કોલેજોના આચાર્યો, માન્ય અનુસ્નાતક કેન્દ્રોના ઇન્ચાર્જ પ્રોફેસરો, તમામ અધ્યાપકો, બિન-શૈક્ષણિક કર્મચારીઓ, સુવર્ણચંદ્રકના દાતાઓ, પીએચ.ડી.ની ડીગ્રી મેળવનાર, સુવર્ણચંદ્રક મેળવનાર તથા યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

17816 વિદ્યાર્થીઓની પદવી મેળવવા અરજી ચાલુ વર્ષે પદવી મેળવવા માટે યુનિ. સંલગ્ન કોલેજોના કુલ 17816 વિદ્યાર્થીઓએ અરજી કરેલી છે. સમારોહમાં પીએચ.ડી.ના 70 ઉમેદવારોને અને 47 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા. 47 સુવર્ણચંદ્રક પૈકી 10 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક જ્યારે 37 વિદ્યાર્થીનીઓને સુવર્ણચંદ્રક મેળવતા વિદ્યાર્થીનીઓનો દબદબો રહ્યો હતો.