ગોધરાથી હાલોલ રોડ ઉપર પેસેન્જરોમાં ચાલતી વાનોના દરવાજા ખુલ્લા તહેવારો ઉપર જીવના જોખમે મુસાફરી કરતા મુસાફરો : પંચમહાલ જિલ્લા પોલીસ ની રહેમ નજર માત્ર હફતા વસૂલીમાં રસ

ગોધરા વડોદરા રોડ ઉપર પંચમહાલ જીલ્લા પોલીસ ને પડકાર ફેંકતા વાહન ચાલકો ગોધરા વેજલપુર કાલોલ હાલોલ પોલીસ ની મીઠી રહેમ નજર હેઠળ ગોધરા થી હાલોલ રોડ ઉપર ઘેટાં બકરા ની જેમ પેસેન્જરો માં વેહલી સવાર થી મોડી રાત સુધી અસંખ્યા બંધ વાહનો ના પાછળ અને સાઈડ ના દરવાજા ખુલ્લા મૂકી વાહન ચાલકો દ્વારા પોલીસ પ્રશાસન ને પડકાર ફેંકી ગેરકાયદેસર વાહનો દોડાવવામાં આવી રહયા છે ત્યારે ગોધરા વેજલપુર કાલોલ હાલોલ પોલીસ દ્વારા આંખ આડા કાન કરી પોતે ગાંધીજી છાપ નોટો નો પ્રસાદ મેળવી પોતાના ખિસ્સા ભરી રહયા છે ત્યારે પંચમહાલ જીલ્લા પોલીસ ને માત્ર હાંફતા ઉઘરાવી પોતાના ખિસ્સા ભરવામાં રસ છે અને જો કોઈ વાહન ચાલક દ્વારા હફતો આપવામાં ન આવે તો ગાડી ડિટેન કરવામાં આવે છે બીજી તરફ કાલોલ ડેરોલ સ્ટેશન જવાના રોડ સામે નાળા પાસે બનાવેલ ટ્રાફિક પોઈન્ટ ઉપર હાજર ટી આર બી જવાનો દ્વારા પોતાની મન માણી કરી જાણે પોતે મોટા અધિકારી બની બેઠા હોય તેમ અન્ય વાહન ચાલકો સાથે વહેવાર કરીને હેરાન પરેશાન કરી રહયા છે જેથી અનેક વખત તેની બુમ ઉઠી છે અને કાલોલ પોલીસ ટ્રાફિક દ્વારા ગોધરા હાલોલ રોડ ઉપર ગેરકાયદેસર ચાલતા પેસેન્જર વાહન ચાલકોને પોત્સાહન આપી રહયા છે જેના કારણે ગેરકાયદેસર પેસેન્જર માં ચાલતા વાહન ચાલકો પોતાના વાહનો ના સાઈડ તેમજ પાછળ ના દરવાજા ખુલ્લા રાખી પંચમહાલ જિલ્લા પ્રશાસન ને પડકાર ફેંકી રહયા છે જેથી સ્પષ્ટ સાબિત થાય છે કે ગોધરા થી હાલોલ રૂટ ઉપર ગાડી ફેરરવી હોય તો પોલીસ પ્રશાસન સુધી હફતો પોહચાડવો પડશે પોલીસ પ્રશાસન સુધી હફતો નહિ પોહચે તો ગાડી ડિટેન કરવામાં આવેછે