ગોધરા વાવડી ટોલબુથ પાસે ગાંધીનગર થી દાહોદ જતી કારમાં આગ લાગતાં ડીકીમાં રાખેલ ૩૨ વિદ્યાર્થીઓના ડોકયુર્મેેન્ટ બળીને ખાખ

ગોધરા,
દાહોદ-ઈન્દોર હાઈવે રોડ ઉપર વાવડી ટોલ બુથ પાસેથી પસાર થતી ફોર વ્હીલમાં આગ લાગતાં કારની ડીકીમાં રાખેલ ૬૩ વિદ્યાર્થીઓ પૈકી ૩૨ વિદ્યાર્થીઓના એડમિશન મો જમા કરાવવા અસલ ડોકયુમેન્ટ સળગી જઈ નુકશાન થયાની ફરિયાદ નોંંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે દાહોદ સુદામા નગરમાં રહેતા સંતોષકુમાર માધવસિંહ પલાસ પોતાના કબ્જાની ફોર વ્હીલ જીજે.૦૬.ડીજી.૫૬૭૫માંં ગાંધીનગર થી દાહોદ આવતા હતા. દરમ્યાન ગોધરા નજીક વાવડી ટોલ બુથ ઉપર કારના બોનેટ માંથી ધુમાડો નીકળીને આગ લાગી હતી. કારમાં આગ લાગતા કારની ડીકીમાં મુકેલ ૬૩ વિદ્યાર્થીઓના એડમિશન માટે જમા કરાવેલ અસલ ડોકયુમેન્ટ પૈકી ૩૨ વિદ્યાર્થીઓ જમા કરાવેલ અસલ ડોકયુમેન્ટ સળગી જતાં નુકશાન થયાની ફરિયાદી ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાવા પામી છે.