ગોધરા માંથી ખેડા જીલ્લાની કિશોરીને મહુધાનો યુવક ભગાડી જતાં DYSP ને રજૂઆત થઈ

ગોધરા, ગોધરા બજારમાં આવેલ સ્ટાન્ડર્ડ બેકરી પાસેથી ભર બપોરે ઘરકામની મજૂરી કરી પોતાના ઘરે પરત જતી એક સગીર યુવતીને યુવક મિત્રોની મદદ થી બાઈક પર બેસાડી અપહરણ કરી જતા ચકચાર છે. આ અંગે યુવક સામે ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોસ્કો હેઠળ ગુનો દાખલ થયો છે, પરંતુ પોલીસ હજી સુધી આ આરોપીને પકડવામાં સફળ બની નથી.

આ અંગે મળેલ માહિતી અનુસાર ખેડા જીલ્લાના ડાકોર નજીક ઢુંણાદરા ગામનું પઠાણ પરિવાર હાલ ગોધરા ખાતે આવેલ ઝકરીયા મસ્જિદ પાસે ભાડાના મકાનમાં રહી ઘર કામ અને છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાત ચલાવે છે. આ વિસ્તારમાં જ ખેડા જીલ્લાનું મહુધા ગામમાં આવેલ નડીયાદ થી ભાગોળ વિસ્તારમાં રહેતા પુખ્ત વયના શાહરૂખખાન અયુબખાન પઠાણ પણ કામ ધંધા માટે રહે છે. આ શાહરૂખની નજર ગરીબ પરિવારની સગીર વયની દીકરી પર હતી. જેથી તેને પોતાના વશમાં કરવા અવનવા પેતરા કરતો હતો, ગમે તેમ કરીને આ કિશોરીને ભગાડી જવાના પ્લાનમાં હતો. આ કિશોરી તેની મમ્મી સાથે તારીખ 12 માર્ચના રોજ બપોરના 1:30 વાગ્યાના સમયે ગોધરા બજારમાં આવેલ સ્ટાન્ડર્ડ બેકરી સામે ફ્રુટની લારી ઉપર ફ્રુટ લેવા માટે ઉભી હતી. તે દરમિયાન છોકરી ઉપર ફોન આવતા તેઓ વાત કરવાના બહાને ફ્રુટની લારીથી થોળે દૂર જઈ મોબાઈલ ફોન ઉપર વાત કરતી હતી. તે અચાનક તે સમયે એક બાઈક ઉપર બે યુવકો આવી સગીરાને વચ્ચેબેસાડી ભગાડી નાસી ગયેલ હતા. આ ધટના થી તેની મમ્મી બેખબર હતી. પોતાની પુત્રીને ના જોતા તે આજુબાજુ શોધવા લાગી હતી. ઘણી તપાસ કરવા છતાં ન મળી આવતા તેઓના ઘરે જઈ પોતાના મોબાઈલ પરથી છોકરીને ફોન કરતા મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો. ત્યારબાદ બે દિવસ સુધી પોતાના સગા સંબંધીઓમાં તપાસ કરતા છોકરી મળી આવેલ ન હતી.

પરંતુ વધુ તલાશ કરતા માહિતી મળી હતી કે, તેમની પુત્રીને મહુધા ગામમાં નડીયાદી ભાગોળ ખાતે રહેતા શાહરૂખખાન અયુબખાન પઠાણ પટાવી ફોસલાવી લલચાવી લગ્ન કરવાના બદ ઇરાદે કાયદેસરના વાલીપણા માંથી ભગાડી ગયો છે. આ બાબતે સગીરાની માતાએ ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ.363.366, અને પોસ્કો અધિનિયમ કલમ 12 મુજબ આરોપી શાહરૂખખાન અયુબખાન પઠાણ સામે ફરિયાદ આપી છે.

આ ફરિયાદ થયાના દસ દિવસ સુધી ગોધરા પોલીસ દ્વારા તપાસ કરવામાં ના આવતા અને આરોપી ના પકડાતા અંગાડીના મુસ્લિમ આગેવાન અને નિવૃત્ત એ.સી.બી.એ.એસ.આઈ. મહેબૂબ મીયા.યુ.શેખ અને સામાજીક કાર્યકરો સલીમ.એમ. શેખ, પત્રકાર. યાસીનભાઈ શેખ, રફીકમીયા શેખ, નજીરમીયાશેખ અને સગીરાના પિતા સાથે ગોધરા જઈ ડી.વાય.એસ.પી. એન. વી. પટેલ રજૂઆત કરી છે.

આ અંગે ડીવાયએસપી એન.વી.પટેલ ટૂંક સમયમાં જ આરોપીને પકડી પાડી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.