ગોધરાના મુસ્લિમ સેવાભાવી ફિરદૌસ કોઠી દ્વારા કરાઇ જરુરતમંદ લોકોને આર્થિક મદદ

હો મેરા કામ ગરીબો કી હિમાયત કરના,દર્દ મંદો સે ઝઇફો સે મુહબ્બત કરના

ગોધરા,
ડો. અલ્લામા ઇકબાલની ખૂબ જ પ્રખ્યાત નઝમની ઉપરોક્ત પંક્તિ ગોધરાના મુસ્લિમ ઉધોગપતિ ફિરદૌસ કોઠીના વ્યક્તિત્વને ઠીક ઠીક બંધ બેસતી હોય તેવું સ્પષ્ટ દેખાય છે. જેમાં કોઇ અતિશયોક્તિ ન કહી શકાય. કારણ કે આ મુસ્લિમ ઉધોગપતિ વખતો વખત શહેર તેમજ શહેરની બહાર પણ નાત જાતના ભેદભાવ વગર જરુરિયાતમંદ લોકોની વહારે દોડી જાય છે. અને પોતાનાથી બનતી મદદ કરે છે.

તેમના આ નિ:સ્વાર્થ સેવાનું ઉદાહરણ આજ રોજ ગોધરાના ખાડી ફળિયા વિસ્તારમાં જરુરિયાત મંદ લોકોને આર્થિક મદદ કરતા જણાઇ આવ્યું હતુ.ઉનાળાની કાળઝાળ ગરમી અને મુસ્લિમોનો પવિત્ર રમઝાન માસ જેમાં હાજી સાબ પોતે રોઝાથી હોવા છતાં ગોધરા શહેરના ઉલમાએ કિરામને પોતાની સાથે રાખી હિન્દુ મુસ્લિમ બિરાદરોને આર્થિક મદદે પહોંચી ગયા હતા.

આજ રોજ ગોધરાના ખાડી ફળિયા વિસ્તારમાં હાજી ફિરદૌસ કોઠી સાહેબ દ્વારા હિન્દુ-મુસ્લિમ ગરીબ પરિવારોને રોકડ રકમ આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.જરૂરતમંદ લોકોને રૂબરૂ માં જઈને પોતે એમના હાથો હાથ આપી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. જેને લઇ ખાડી ફળિયા વિસ્તારના લોકોએ હાજી સાબની ખૂબ પ્રશંસા કરી દુઆ યાચના સાથે આભાર માન્યો હતો.

પંચમહાલ સમાચાર દૈનિકની ટીમ વતી પણ હાજી ફિરદૌસ કોઠીને માનવતાના ઉમદા કાર્ય બદલ ખૂબ ખૂબ અભિનંદન.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ પંચમહાલ સમાચાર સાથે.
https://chat.whatsapp.com/IzLjzxLYGawDeJn0aoCp4C

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.