ગોધરા પોલન બજારની કિકેરીની ચોકડી ઉપર લગાડવામાં આવેલ વીજ ટ્રાન્સફર્મરને લઈને પાછલા એક વર્ષથી વિવાદ વકર્યો હતો. વિસ્તારમાં ઓવર લોડથી વારંવાર ટ્રાન્સફર્મરમાં ખામીઓ સર્જાતી હતી. જેને લઈને વીજ પુરવઠો વારંવાર ખોરવાતો હતો. સ્થાનિકોએ ગોધરા અેમજીવીસીઅેલ પાસે વધુ એક ટ્રાન્સફર્મર મુકવા માટે માંગણી કરવામાં આવેલ હતી.
પણ સ્થાનિકો ના વાંધાને કારણે ટ્રાન્સફર્મર લગાડવામાં આવેલ હતું નહિ .જેને લઈને અવારનવાર વિવાદ થતા હતા. રવિવારે સ્થાનિક સામાજિક કાર્યકર રામજાની ભાઈ જુંજારા એ જણાવ્યું હતું કે વિજકંપનીના નાયબ ઈજનેર સરફરાઝ સુરતી અને સ્થાનિક સામાજિક કાર્યકરો અને પોલીસ બંદોબસ્ત સાથે સમજાવટ બાદ વિવાદનો સુખદ અંત આવેલ હતો.
એમજીવીસીએલના કર્મીઓ દ્વારા ટ્રાન્સફર્મર લગાડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ હતી. ટ્રાન્સફર્મર બદલવાની કામગીરી કામગીરી પૂર્ણ થતા વિવાદનો સુખદ અંત આવેલ હતો. રામજાની જુજરા, મુનવ્વર ફટાંકી તથા શોકતભાઈ યાયમન હાજર રહ્યા હતાં.