
કાંકણપુર ગામે આવેલ શ્રી મહાલક્ષ્મી કો.ઓ.ક્રે.સો.લી.માં નાણાકીય કટોકટી સર્જાયતા ખાતેદારો અને થાપણદારના લાખો રૂપિયા સલવાયા છે. જ્યારે સોસાયટીને ફડચામાં લઇ જવાનો પત્ર વાઇરલ થયો છે. સોસાયટીના સેક્રેટરીએ રીકવરી એજન્ટે નોકરી છોડી દેતા રોટેશન બંધ થતા નાણાની ભીડ ઉભી થઇ છે. ત્યારે ખાતેદારો પોતાના નાણા પરત આપવાની માંગ કરી રહ્યા છે.
ગોધરાના કાંકણપુર ગામે શ્રી મહાલક્ષ્મી કો-ઓ. ક્રેડીટ સોસાયટી લી. આવેલ છે. આ કો.ઓ. ક્રેડીટ સોસાયટીને ફડચામાં લેવા માટેનો પત્ર હાલ સોસિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. મહાલક્ષ્મી કો.ઓ. સોસાયટી દ્વારા કાંકણપુર ગામમાંથી રોજ 200થી વધુ નાના મોટા વેપારીઓ રોજ રોજીદી બચત યોજનામાં નાણા ભરતા હતા. તેમજ કો.ઓ. સોસાયટીમાં ગામના લોકોએ ડીપોઝીટની રકમ પર જમા કરાવી છે. સોસાયટીની છેલ્લા 3 માસથી નાણાકીય કટોકટીના લીધે ખાતેદારોને નાણા નહિ આપીને ધક્કા ખવડાવતા હતા.
ગામના વેપારીઓએ રોજિંદી બચત યોજના અને ફિક્સ ડિપોઝિટ યોજનામાં લાખો રૂપિયા રોક્યા હોવાનું સામે આવ્યું છે. રોજિંદી બચત અને ફિક્સ ડિપોઝિટની પાકતી મુદત વિત્યાના બે મહિના ઉપરાંત સમય થયો હોવા છતાં નાણા પરત ન મળ્યા હોવાનું ખાતેદારો જણાવી રહ્યા છે. એક સપ્તાહથી તાળા લાગેલા જોવા મળ્યા છે. થાપણદારો અને ખાતેદારો દ્વારા તેઓના નાણા પરત મળે તેવી સરકાર પાસે માંગ કરી છે. ત્યારે સમગ્ર મામલે રજીસ્ટ્રારે સો.ને ફડચામાં લઈ જવા અંગેનો પત્ર વ્યવહાર થયો ન હોવાનું જણાવીને ખાતેદારોએ તેમજ થાપણદારોએ સમગ્ર મામલે ચિંતા ન કરવા પણ જણાવ્યું છે.
નાણાં પરત મળવા જોઇએ મે બે એફડી મુકી હતી. જેની મુદત પુર્ણ થવા છતાં 4 મહિનાથી પૈસા નહિ આપીને ધક્કા ખવડાવે છે. ચેરમેન અને સેક્રેટરી કહ્યુ કે અમે બેઠા છીએ તમે પૈસા મુકો તો મેં મુક્યા હવે ધક્કા ખવડાવે છે. નાણા ન આપી સો.ને ફડચામાં લઇ જવા માંગે છે. પૈસા ભેગા કરીને એફડી મુકી છે. અમને અમારા નાણા પરત મળવા જોઇએ. – મયંકભાઇ શેઠ, થાપનદાર
અમારા નાણાં પરત મળવા જોઇએ મહાલક્ષ્મી સો.માં મે બે એફડી મુકી હતી. જેની મુદત પુર્ણ થવા છતાં ચાર મહિનાથી પૈસા નહિ આપીને ધક્કા ખવડાવે છે. ચેરમેન અને સેક્રેટરી કહ્યુ હતું કે અમે બેઠા છીએ તમે પૈસા મુકો તો મેં મુક્યા તો મને હવે ધક્કા ખવડાવે છે. નાણા નહિ આપીને સોસાયટીને ફડચામાં લઇ જવા માંગે છે. મહેનત કરીને પૈસા ભેગા કરીને એફડી મુકી છે. અમને અમારા નાણા પરત મળવા જોઇએ. – મયંકભાઇ શેઠ, થાપનદાર
ઓડિટ કર્યા બાદ સાચી હકીકત બહાર આવશે અમારી મહાલક્ષ્મી કો.ઓ.ક્રે.સો.ના રીકવરી એજન્ટે નોકરી છોડી દેતા રીવકરી આવતી બંધ થતા રોટેશન પર અસર પડી છે. સોાસયટીને ફડચામાં લઇ જવા માટે વકીલ સાથે ચર્ચા કરીને ચરમેને રજીસ્ટારને પત્ર લખ્યો છે. સોસાયટીના ઓડિટ કર્યા બાદ સાચી હકીકત બહાર આવશે. – જયોતિન્દ્રભાઇ દવે, સેક્રેટરી, કો.ઓ. સોસાયટી