ગોધરા શહેરના કાજીવાડા પ્રાથમિક શાળામાં થોડા દિવસ અગાઉ દાઝેલી બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. શાળામાં સેનેટાઈઝરને કારણે દાઝી હોવાનું જેતે સમયે પોલીસે જાણવાજોગ નોંધીને તપાસ હાથ ધરી હતી. સમગ્ર મામલે પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવે કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવાની બાંહેધરી આપી છે. તો બાળકીના પરિજનોએ શિક્ષણ વિભાગ સામે ગંભીર આક્ષેપ કરીને મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. જે વચ્ચે બાળકીના મૃતદેહની પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ગોધરા શહેરના પટેલવાડા વિસ્તારમાં આવેલી કાજીવાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બાળકી ખુશ્બુ બારીયા થોડા દિવસો અગાઉ શાળામાં ભેદી રીતે ગંભીર રીતે દાઝી ગઈ હતી. જે બાદ બાળકીને ગોધરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીની સ્થિતિ વધુ વણસતા વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. બીજી તરફ પોલીસ દ્વારા સમગ્ર મામલે જાણવાજોગ નોંધીને સેનેટાઈઝરને કારણે બાળકી દાઝી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જે બાળકીનું વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું છે. પરિજનોએ જિલ્લાના શિક્ષણ વિભાગ સામે ગંભીર આક્ષેપ કરીને મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે.
આ ઘટનામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલે જણાવ્યું હતું કે, આ ઘટના બાદ શાળાના શિક્ષકો સામે બેદરકારી બદલ ખાતાકીય તપાસ કરવામાં આવી રહી છે, સાથે જ પોલીસ પણ પૂરતી તપાસ કરી રહી છે. ત્યારે પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવે કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ બાંહેધરી આપી હતી. ત્યારે હાલ તો વડોદરા ખાતે આવેલી એસએસજી હોસ્પિટલ ખાતે બાળકીના પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ગોધરા શહેરના કાજીવાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ધોરણ 8માં વિદ્યાર્થીને સેનેટાઈઝના લીધે દાઝી જતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં વધુ સારવારની જરૂર પડતા તેને તાત્કાલિક વડોદરા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિનાની સારવાર બાદ ગઈકાલે રાત્રિના 11:30 કલાકે વિદ્યાર્થીને મોતને ભેટી હતી.
સમગ્ર ઘટનાને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગાયત્રીબેન પટેલે જણાવ્યું હતું કે, કાજીવાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પરમાર ખુશ્બુ દાજી જવાના કારણે વધુ સારવાર માટે વડોદરા હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહી હતી. જ્યાં ગઈકાલે પરમાર ખુશ્બુનું દુઃખદ અવસાન થયું હતું. જેને લઇને શિક્ષણ વિભાગ પણ દુઃખદ લાગણી અનુભવે છે જ્યારે શાળા પરિવારની બેદરકારી છે તેની સામે તપાસ હાથ ધરી છે. સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા પણ આ કેસની ગંભીરતાથી તપાસ કરી જ્યારે જે કોઈ જવાબદાર હશે તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.