ગોધરા,
ગોધરાના કડીયાવાડ ચોક વિસ્તારમાં આવેલ ર્ડા.મીઠીબોરવાલા દ્વારા બિલ્ડીંગનું બાંધકામ કરવામાં આવી રહ્યું હતું. બિલ્ડીંગના પાયા અને પાર્કિંગ વ્યવસ્થાના હેતુસરના ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. જૈન ધર્મની ૨૦૦ થી ૫૦૦ વર્ષ જુની ૬ જેટલી મૂર્તિઓ મળી આવી હતી. આ બાબતે જીલ્લા વહીવટી તંત્ર કે પુરાતન વિભાગને જાણ કરાઈ ન હતી. અંગત સ્વાર્થ વધુ ખોદકામ કરવામાં ભૂલ કરેલ છે. ત્યારે માંગણી છે કે આ સ્થળે વધુ ખોદકામ કરાયતો જુના પુરાતન અવશેષો મળી આવે તેમ છે. તેવી લેખિત રજુઆત નગરપાલિકા મુખ્ય અધિકારીને કરવામાં આવી છે.
ગોધરા કડીયાવાડ ચોક વિસ્તારમાં આવેલ ર્ડા. મીઠીબોરવાલા દ્વારા બિલ્ડીંગનું બાંધકામ કરવા આવી રહ્યું છે. આ બિલ્ડીંગના બાંધકામ માટે પાયાના તથા પાર્કિંગની વ્યવસ્થા માટે ખોદકામ કરવામાં આવી રહ્યંું હતું. દરમ્યાન જૈન ધર્મની આશરે ૨૦૦ થી ૫૦૦ વર્ષ જુની ૬ જેટલી મૂર્તિઓ મળી આવી હતી. ખોદકામ દરમ્યાન મળેલ મૂર્તિઓ અંગે કોન્ટ્રાકટર તથા માલિક ર્ડા. મીઠીબોરવાલા દ્વારા જીલ્લા વહીવટીતંત્ર કે પુરાતન વિભાગને જાણ કર્યા વગર આ મૂર્તિઓ બારોબાર અજ્ઞાત સ્થળે મૂકાવી દીધી હતી. જેથી પુરાવા ન મળી શકે અને ધાર્મિક બાબત ઉભી ન થાય અંગત સ્વાર્થ માટે બન્ને વ્યકિત દ્વારા કાયદેસર અને ભૂલ કરવામાંં આવી છે. જો આ સ્થળે વધુ ખોદકામ કરવામાં આવે તો વર્ષો જુના પુરાતન અવશેષો મળી આવે તેવી શકયતાઓ છે. તેવી માંગ સાથે સ્થાનિક અરજદાર દ્વારા આ બાબતે ગોધરા નગરપાલિકા મુખ્ય અધિકારીને આરીફ એસ. યાયમન દ્વાર લેખિત રજુઆત કરવામાં આવી છે. લોકડાઉન સમયગાળામાં બાંધકામની કામગીરી ચાલતી હોવાથી પુરાતન અવશેષો અંગેની માહિતી જાહેર થઈ નથી. જેને લઈ આ સ્થળે તપાસ કરવામાં આવે તે જરી છે.