પ્રસૃતિ બાદ એન્થેશીયાના ઓવરડોઝ થી ગંભીર બીમારીમાં પટકાયેલી મહિલા ગોધરાના ડો.વસીમ મન્સુરી (ગાયનેકોલોજીસ્ટ) ની બેદરકારીને કારણે માતાનું મોત થયાના આક્ષેપ થી ખળભળાટ

  • અખિલ ભારતીય હિંદુ મહાસભા દ્વારા નાયબ મુખ્યમંત્રી તથા કલેકટરને રજુઆત.
  • તબીબની બેદરકારીના કારણે પેરાલીસીસ થયા બાદ મોત થયાનો આક્ષેપ.
  • માતા મોતના મોંમા ધકેલાતા બે બાળકો એ માતાની છત્રછાયા ગુમાવી.
  • દર્દનાક કિસ્સો : તબીબ રક્ષક કે ભક્ષક ?
  • પરિવાર લાચાર !! અને તબીબ લાલચું ?
  • નોંધારા બનેલા બે બાળકો પૈકી ૪ માસની પુત્રી માર્ં વિના તડપી રહી છે.
  • પરિવારને વ્હારે ન્યાય માટે સામાજીક કાર્યકર અને સંસ્થા આગળ આવી.
  • તબબની ભૂલનો ભોગ બનતા આ કિસ્સો લાલબત્તી સમાન.
  • વડોદરામાં કોઈ ફરક નહીંં પડતા અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
  • હકીકત છુપાવતા પેરાલીસીસનો ભોગ બનીને મ હિલા દર્દી ચાર મહિના પથારીવશ રહી હતી.

ગોધરા,
ગોધરાની મહિલાને પ્રસૃતિ બાદ ગોધરાના તબીબે ઉપરાછાપરી તથા એન્થેશીયાના અપાયેલા ઓવરડોઝના કારણે આડ અસરો ઉદ્દભવી હતી. તેની ગંભીર અસર થતા વડોદરા સારવાર ચાલુ ક રવા છતાં કોઈ ફરક નહીંં પડતા અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરવામંા આવ્યા હતા. પરંતુ પેરાલીસીસમાં ભોગ બનીને પથારીવશ થયા બાદ આખરે ગોધરાના તબીબે બેદરકારી રાખીને હકીકત છુપાવવાના પગલે ગંભીર બીમારી સાથે અવસાન પામતા પરિવારજન શોકમય બન્યો છે. નોંધારા બનેલા બે બાળકો પૈકી ૪ માસની પુત્રી માર્ં વિના તડપી રહી છે. જયારે ન્યાય માટે સામાજીક કાર્યકર અને સંસ્થા આગળ આવીને આ બેદરકારી દાખવનાર તબીબ ડો.વસીમ મન્સુરી (ગાયનેકોલોજીસ્ટ ) સામે પગલાં લેવા કલેકટર સહિત નાયબ મુખ્યમંત્રીને આક્ષેપ યુકત પત્ર લખતા શહેરમાં ચકચાર મચી ગઈ છે.

અખિલ ભારત હિન્દુ મહાસભા ગુજરાતના યુવા અધ્યક્ષ આશિષ પટેલ અને અધ્યક્ષ મિતેષ પટેલ એ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલને ઉપદ્દેશીને લખેલા પત્રમાં અને કલેકટર તથા આરોગ્ય વિભાગમાં કરાયેલી રજુઆતમાં આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, ગોધરાના તાહીર અ.રજ્જાક મન્સુરીએ જણાવ્યા મુજબ તેઓની પત્ની રૂહાના તાહીર મન્સુરી ની ગર્ભાવસ્થા દરમ્યાન ડો.વસીમ મજુરી (મન્હા હોસ્પિટલ, ગોધરા) ખાતેથી સારવાર ચાલુ હતી. તા.૧૧/૯/૨૦૨૦ ના રોજ સવારે રૂટીન ચેકઅપ માટે જતા ડોકટરે જણાવ્યું કે ગર્ભાશયમાં પાણી ઓછુ હોવાથી તાત્કાલિક ઓપરેશન કરવું પડશે, તેમ જણાવતા તા.૧૧/૯/૨૦૨૦ ના રોજ તેઓની પત્નીને સીઝરીંગ થી પ્રસુતિ માટે બપોરે દાખલ કરીં ઓપરેશન કરતા પુત્રીનો જન્મ થયો હતો. પરંતુ આ ઓપરેશન શરૂ કરતાં પહેલા ડોકટરે રૂહનાનો લોહીનો રીપોર્ટ પણ નહોતો કઢાવ્યો અને ઉતાવળ કરી ડોક્ટર દ્વારા ઘોર બેદરકારી રાખી બેહોશી માટે એનેસ્થેશીયાના ઓવરડોઝ ઉપરા ઉપરી અપાતા તેની આડ અસરો ચાલુ થઇ હતી. સારવાર માટે ડો. વસીમ ને ત્યાં ચેકઅપ માટે જતા ત્યારે નોર્મલ દવા – ઇન્જેકશન મુકી રજા આપી દેવામાં આવતી હતી.

પરંતુ એ રૂહાનાબેનને ગંભીર આડ અસરની સાચી હકીકતથી વંચિત રાખેલ હતા. છેવટે ખછઈં રીપોર્ટ કરાવતા એનેસ્થેશીયાના ઓવરડોઝ અને ડોકટરની બેદરકારીને કારણે પેરાલીસીસ અને શરીરમાં ઇન્ફેકશન હોવાનું રીપોર્ટમાં જાણવા મળ્યું હતું. રૂહાનાબેનને તાત્કાલિક સારી સારવાર મળી રહે તે માટે વડોદરા વીન્સ હોસ્પીટલમાં દાખલ કરાતા આ બિમારી સામે કોઇ ઇલાજ શક્ય ન બનતાં અમદાવાદ જીવરાજ મહેતા હોસ્પીટલમાં દાખલ કરી સ્પેશ્યાલીસ્ટ ડોકટરોને પણ બોલાવી ઈલાજ માટે પ્રયત્નો કરવા ઉપરાંત મોટી રકમનો ખર્ચ કરેલ છે તે શક્ય તો તમામ પ્રયાસ કરેલ છે. પરંતુ ડો.વસીમની બેદરકારી અને એનેસ્થેશીયાના ઓવરડોઝની આડ અસરો સામે આ તમામ પ્રયાસો અને તેઓની પત્નીને બચાવવા માટે નિષ્ફળ રહેલ હતા. ૪ માસનો સમય રૂહાનાબેન પથારીવશ રહી રીબાઇ રીબાઇ ને આખરે તા.૧૮/૧/ ૨૦૨૧ ના રોજ અવસાન પામતા તેઓના નાના બે બાળકોના માથેથી માં નો સાંયો ઉઠી ગયેલ છે. વધુમાં આક્ષેપ સાથે જણાવાયું છે કે, ભવિષ્યમાં રૂહાનાબેનની જેમ બીજા કોઇ બહેનને જાન ગુમાવી ન પડે તે માટે તાત્કાલિક ધોરણે આવા બેદરકાર ડોકટર ઉપર પગલા લઈ કાયમી ધોરણે લાયસન્સ રદ કરી પ્રેક્ટીસ બંધ કરાવવામાં આવે તેવી વિનંતી કરાઈ છે .

નોર્મલ ડીલેવરીને બદલે સીંઝરીયન કરાયું…..

ગુજરાત સરકાર દ્વારા માં અમૃતમ કાર્ડ, વાત્સલ્ય કાર્ડ, પ્રધાનમંત્રી આયુશ્ય યોજના જેવી ગરીબલક્ષી યોજનાઓ કાર્યરત થઇ હોય ડોકટરના ધંધા રોજગારમાં મંદી આવવાને કારણે ડોકટર વસીમ દ્વારા ઇરાદાપૂર્વક નોર્મલ ડીલેવરી ન કરી અને વધારે રૂપિયા પડાવવાના હેતુથી રૂહાનાબેનને સીંઝરીયન કરવામાં આવ્યું હતું . જેમાં ડોકટરની બેદરકારીથી રૂહાનાબેને પોતાની જાન ગુમાવી પડેલ છે. તેમ આક્ષેપ કરાયા છે.

અવાર નવાર વિવાદમાં ઘસડાતા તબીબ…..

આક્ષેપમાં જણાવ્યા અનુસાર ગોધરાની મહિલાને એન્થેસીયાના ઓવરડોઝને કારણે પેરેલેસીસ બાદ અવસાન થયો હોવાનો કિસ્સો ગંભીર ગણવામાં આવે છે. આમ ઉપર મુજબની વિગતે ડો. વસીમ મન્સુરી દ્વારા આ પહેલો કેસ નથી . વારંવાર તેમની હોસ્પીટલમાં ડીલેવરી દરમ્યાન કેટલીય બહેનોએ જાન ગુમાવી છે . અગાઉ પણ આ ડો.વસીમ મજુરી ઉપર ગર્ભ પરીક્ષણનો કેસ બનેલ છે . તે બાબતે તેમના હોસ્પીટલ મન્હા મેટરનીટી હોમ ને પંચમહાલ આરોગ્ય પ્રશાશન તરફથી સીલકરવામાં આવેલ હતી.

ટીમ રચીને સમગ્ર મામલે તપાસણી ખાતરી…

ગર્ભવતી મહિલાનું પ્રસૃતિ બાદ એન્થેસીયાના ઓવરડોઝને કારણે પેરેલેસીસ બાદ અવસાન થયું છે.હાલમાંં પરિવાર નિ:સહાય હાલતમાં લાચારી અનુભવી રહ્યું છે. માતા વિના બે બાળકો નોંધારા બની ગયા છે. પૈકી એક તો માસૂમ બાળક પુત્રી પણ માં વિના તડપતા તેની પ્રત્યે અનુકંપા વ્યકત કરી રહ્યું છે. દુ:ખદ પરિવાર આ બેદરકાર તબીબ સામે પગલાં ભરીને ન્યાય માટે સરકારમાં ઘા કરી છે. સાથે સાથે અરજદારને સાથે રાખીને જીલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ રજુઆત કરવામાં આવતાં તેઓએ તબીબ વિરૂદ્ધ ચાર સભ્યોની નિષ્ણાંત ટીમ રચીને સમગ્ર મામલે તપાસણી ખાતરી આપવામાં આવી છે. હવે જોવું રહયું કે કયારે ન્યાય મળશે. : તોફીક મલેક, સામાજીક કાર્યકર્તા.

Don`t copy text!