- સરકારની યોજનાઓ પ્રમાણે કામગીરી પૂર્ણ કરવા છતાં ચુકવણા કરવામાસામે મનમાની.
- બિલો અટકાવવાની ટી.ડી.ઓ. સામે સરપંચોની તથા સભ્યોનો વિરોધ હતો.
- અવારનવાર રજુઆત કરવા છતાં ટી.ડી.ઓ. દ્વાર મનમાની કરાઈ રહી હતી.
- મનમાનીના વિરોધમાં અને ગ્રામ્ય વિસ્તારનો વિકાસ રૂધાતા સરપંચો સોમવારથી ભૂખ હડતાળ ઉપર ઉતરવાની ચિમકી ઉચ્ચારી હતી.
ગોધરા,
ગોધરા તાલુકા પંચાયતના બામરોલી ખુદ પંચાયત સહીતના અન્ય વિસ્તારોના સરપંચોને વિકાસના કામોની કામગીરીની સરખામણીમાં નિયમીતપણે બિલો મંજુર કરવામાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા મનમાની કરવામાં આવી રહી હોવાથી તેઓના વિરુદ્ધમાં સરપંચો એ બાંયો ચઢાવીને સોમવારે ભૂખ હડતાળનું શસ્ત્ર સરપંચોએ ઉગમ્યું હતું. પરંતુ ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા હસ્તક્ષેપ કરીને ટીડીઓની દિવાળી બાદ બદલી કરવાની બાંહેધરી આપવામાં આવતાં હડતાળનું સૂરસુરીયું થયું હતું.
મળેલી માહિતી મુજબ ગોધરા તાલુકાની બામરોલીખુદ ગ્રુપ ગ્રામપંચાયતના સરપંચ રમણભાઈ ચંદુભાઇ બારીઆ ચાર વર્ષથી નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકપણે સેવા આપે છે. ગ્રામપંચાયતના વિકાસ માટે તાલુકા પંચાયત ગોધરા દ્વારા તા.૨૯/૦૯/૨૦૨૦ થી બામરોલી ખુર્દ ગામે કાલીયાકુવા રાજેન્દ્રભાઇ રવાભાઈના ઘર થી અભેસિંહ ફ. નો એપ્રોચ રોડ અંદાજીત રકમ રૂ .૧.૦૦ લાખ તથા તા. ૨૮ ૯/૨૦૨૦ થી કાલીયાકુવા ગામે હરીજન ઉદેસિંહ ગજાભાઇના ફ. સી.સી. રોડ માટે રકમ રૂ. ૧.૦૦ લાખ તથા બામરોલી ખુર્દ ગામે મોહનભાઇ ફતાભાઈ ના ઘરથી સાલમભાઇ ના ઘર તરફ નું કામ રૂ. ૧.૦૦ ને સરકારની વિવિધ યોજનામાંથી ગામના વિકાસ માટે મંજુર કરેલ છે. અને વર્કઓર્ડર આપેલ છે.
આ કામગીરી કરવા છતાં ટી.ડી.ઓ. દ્વારા મનમાની કરીને બિલો મંજુર કરવામાં નહીં આવતા આ ટી.ડી.ઓ.ના જોહુકમી તથા કાર્ય પદ્ધતિ સામે વિરોધ દર્શાવવાનું નકકી કરવામાં આવ્યું હતું.આ ટીડીઓની મનમાની સામે સરપંચો એ સોમવારના રોજ ભૂખ હડતાળ યોજવાનું નકકી કર્યું હતું પરંતુ ધારાસભ્ય સી.કે.રાઉલજીના હસ્તક્ષેપ કરવાના કારણે સરપંચોએ હડતાળ પરત ખેંચીને સમાધાન કર્યું હતું. હવેથી આ ટી.ડી.ઓ. પાસે સરપંચો અપેક્ષા સેવી રહ્યા છે કે નિયમપ્રમાણે બિલો મંજુર કરીને ગ્રાન્ટ પ્રમાણે નાણાં ફાળવવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે. લાંબા સમયથી સરપંચ તથા ટી.ડી.ઓ. વિરૂદ્ધ વચ્ચે ચાલી રહેલા વિવાદનો ધારાસભ્યના હસ્પક્ષેપ થી અંત આવ્યો હતો.