ગોધરામાં અખીલ ભારત હિન્દુ મહાસભા દ્વારા આવનાર નવરાત્રિના ગરબાને લઇને ખાસ તકેદારી રાખવા માગ કરાઈ

અખીલ ભારત હિન્દુ મહાસભા દ્વારા આવનાર નવરાત્રિના ગરબાને લઇ અને વિધર્મીઓ તેમાં પ્રવેશ ન કરી શકે એના ભાગરૂપે ગોધરા ખાતે પંચમહાલ કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમા ગુજરાત પોલીસ દ્વારા ગરબામાં આવનાર દરેક બહેનો માટેના ખાસ સૂચનો અને ઈમરજન્સી નંબરોને ગરબા ગ્રાઉન્ડની અંદર મોટા બેનરો મુકવામાં આવે જેથી કોઈ અનિચ્છનિય ઘટના ન બને તેવી માગ કરાઈ હતી.

આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, કોઈ વિધર્મી નવરાત્રિમાં ન પ્રવેશ કરી શકે તે માટે ખાસ ધ્યાન આયોજકો દ્વારા રાખવામાં આવે. આયોજકો દ્વારા પ્રવેશ કરનારા ખેલૈયાઓને ફરજીયાત તિલક કરીને જ પ્રવેશ આપવામાં આવે. જેથી વિધર્મીઓ પ્રવેશ કરી શકે નહીં. આયોજન કે સુરક્ષામાં કે બીજી જગ્યાએ કચાસ ન રાખવામાં આવે તેનુ ખાસ ધ્યાન રાખવું જેથી લવ જેહાદના કિસ્સા ન બને. ગુજરાત પોલીસ દ્વારા દીકરીની સલામતી માટે ઈમરજન્સી નંબર અને સલામતી સુરક્ષા કરવામાં આવી છે. તેના હોડિગ્સ દેખાય તે રીતે લગાવવામાં આવે તેવી માગ અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા કરવામા આવી હતી.