ગોધરામાં VHP રાષ્ટ્રીય પ્રવક્તાની ઉપસ્થિતિમાં સામાજીક સમરસતા ગોષ્ઠી વાર્તાલાપ યોજાયો

ગોધરા,
ગોધરા શહેરમાં આજે વિશ્ર્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તાની ઉપસ્થિતીમાં અને ઉપક્રમે સામાજિક સમરસતા ગોષ્ઠી વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો,જેમાં શહેરના વિવિધ સમાજના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ગોધરા શહેરના લુણાવાડા રોડ પર આવેલ રાજાઈ સ્ક્વેર ખાતે વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા સામાજિક સમરસતા ગોષ્ઠી વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું, હાલના સમયમાં ખાસ સરકારની કોરોના ગાઈડલાઈન્સનું પાલન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું, જેમાં ગોધરા શહેરના વિવિધ સમાજના આગેવાનો અને કાર્યકરોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ સમરસતા ગોષ્ઠિમાં વિશ્ર્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા દેવજીભાઈ રાવત ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમ નો મુખ્ય ઉદ્દેશ એ હતો કે હિન્દુ સમાજમાં ઉદભવેલી વિષમતા દૂર કરીને બંધુત્વનો ભાવ જાગૃતિ કરી સમરસ સમાજનું નિર્માણ કરવું, જે સંદર્ભે સમરસ સમાજ સમર્થ સમાજના વિષય પર સમરસતા સંગોષ્ઠિ બૌદ્ધિક વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સમાજના આગેવાનો સાથે સમાજોમાં રહેલી વિષમતા કેવી રીતે દૂર કરી શકાય, અને સમરસતા કેવી રીતે લાવી શકાય જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી, આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ તેમજ વિશ્ર્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.