ગોધરાના વ્હોરવાડ વિસ્તારમાં આવેલ આમલી ફળિયામાં રહેતા અને ઝેરોક્ષ ધંધા સાથે સંકળાયેલા દુકાનદારને આજથી 17 દિવસ પહેલા પોલન બજારમાં આવેલ સુલતાન ફળિયામાં રહેતા એક ઇસમ દ્વારા પચાસ હજાર થી લાખ રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ ઝેરોક્ષના દુકાનદારે પૈસા ન આપતા આખરે ગઈકાલે રાત્રીના સમયે દુકાનદારના પરિવાર પોતાના ઘરેથી મૂનલાઈટ બાજુ ફરવા માટે નીકળ્યા હતા. ત્યારે સુલતાન ફળિયામાં રહેતા ઈસમે દુકાનદારના પરિવાર સાથે વ્હોરવાડ ફકરી ચોક પાસે ખરાબ ખોટી ગાળો બોલી ઝપાઝપી કરવા લાગ્યા હતા. પરંતુ આજુબાજુના લોકો દોડી આવતા તે ઇસમ ભાગી છૂટ્યો હતો.
દુકાનદારના પરિવાર રાત્રીના સમયે ચા પીને પોતાના ઘર તરફ ગયા હતા. પોણા બારની આસપાસ સુલતાન ફળિયામાં રહેતા ઈસમ હાથમાં તલવાર લઈને આવી જોર જોરથી બૂમો પાડી ઝેરોક્ષના ધંધા સાથે સંકળાયેલા પરિવારને બહાર બોલાવતો હતો. પરંતુ ઝેરોક્ષના ધંધા સાથે સંકળાયેલા પરિવાર તે ઇસમના હાથમાં તલવાર જોઈ જતા તેઓ ડરી ગયા હતા. સુલતાન ફળિયામાં રહેતા ઇસમે ગાડી ઉપર ઉપરા છાપરી તલવારોના ઘા ઝીંકી કાચ તોડી નાખી અને ભાગી છુટ્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.પરિવાર હાલ તો ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં સુલતાન ફળિયામાં રહેતા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.