ગોધરા મેશરી નદીના ઢાળ ઉપર તલવારથી હુમલો કરી મોત નિપજાવાના ગુનામાં આરોપી દ્વારા મુકેલ રેગ્યુલર જામીન અરજી નામંજુર કરતી કોર્ટ

ગોધરા,
ગોધરા મેશરી નદી કિનારે નવા બહારપુરા મોટર સાયકલ મુકવા બાબતે થયેલ ઝગડા તકરારમાં તલવાર થી હુમલો કરી મોત નિપજાવાના ગુનાના આરોપી રેગ્યુલર જામીન અરજી કોર્ટમાં મુકવામાં આવી હતી. જેની સુનાવણી હાથ ધરતા કોર્ટ દ્વારા રેગ્યુલર જામીન અરજી નામંજુર કરાઈ છે.

ગોધરા શહેર મેશરી નદીના કિનારે નવા બહારપુરા નાકે આરોપી સુલેમાન ઉર્ફે સુલીયો ધમેલી અબ્દુલ રહેમાન બદામ એ રસ્તા ઉપર પોતાની ગાડી મુકેલ હતી. તે બાબતે સીયાને એ ગાડી કેમ રસ્તા ઉપર મુકી છે. તેમ કહી બોલાચાલી કરેલ બાદ સિયાન તથા તેના ભાઈ યાહીસ ધર તરફ જતા હતા. ત્યારે સુલેમાન ઉર્ફે સુલીયો ધમેલી અબ્દુલ રહેમાન બદામ, ઈલ્યાસ યાકુબ ઈતરા ઉર્ફે બિલ્લો, સલીમ અબ્દુલ હકીમ દડી નાઓ ઉશ્કેરાઈ ગયા હતા. સીયાન અને શાહીરને મારવા લાગ્યા હતા. તે વખતે રસ્તામાં ઉભેલ જાબીર છોડવા પડતા ઈલ્યાસ યાકુબ ઈતરા ઉર્ફે બિલ્લાએ ડાબા હાથ ઉપર તલવાર મારી હતી. યાસીન તેના ધરે જતો હતો ત્યારે યાકુબ ઉર્ફે બિલ્લાએ યાસીનના માથામાંં તલવાર મારી ઈજાઓ પહોંચાડી હતી અને અન્ય આરોપીઓ મારમાર્યો હતો. તલવાર મારતા ઈજાગ્રસ્ત થયેલ યાસીદ ઉર્ફે યાસીન યુસુફખાન પઠાણને સારવાર અર્થે વડોદરા એસ.એસ.જી.માંં ખસેડવામાં આવેલ જ્યાં મરણ ગયેલ હોય આ બાબતે બી ડીવીઝન પોલીસ આરોપી વિરૂદ્ધ હત્યાના ગુનો નોંધી અટક કરી જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. આરોપીઓની ચાર્જશીટ રજુ થતાં આરોપી સલીમ અબ્દુલ હકીમ દડીએ પાંચમા એડીશનલ સેશન્સ જજ પી.એ.માલવીયાની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. આ જામીન અરજીની સુનાવણી હાથ ધરતા સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોર દ્વારા વિગતવાર દલીલો કરતા દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરવામાંં આવી