સતત પાંચમાં દિવસે ઈન્કમટેક્ષ વિભાગનો સપાટો ગોધરા સહિતના વિસ્તારોના વેપારીઓ પાસેથી રૂ.૧૫૦ કરોડનું કાળું નાણું ઝડપાવાની શકયતાઓ

  • ઈન્કમટેક્ષ વિભાગના અધિકારીઓના ખાંખાખોળા.
  • પોલીસ તથા ઉચ્ચ અધિકારીઓની ફોજ ઉતરી આવીને લેવડ-દેવડ તથા ઝવેરાત ઝડપવાની કવાયત.
  • ૧૫ જેટલી ટીમો દ્વારા બે હિસાબી આવક મેળવવા સર્ચ.
  • સતત પાંચમાં દિવસે પણ હિસાબ મેળવવામાં તકલીફ.
  • અગામી સમયમાં સ્પષ્ટ આંકડો જાહેર થવાની શકયતાઓ.

ગોધરા,
વડોદરા ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા સતત પાંચમા દિવસે પણ સપાટો જાળવી રાખીને સર્ચ અભિયાન ચાલુ રાખ્યું હતું. આજે સોમવારે પણ ગોધરા તથા આસપાસના વિસ્તારમાં વેપારીઓને ત્યાં ઈન્કમટેક્ષ પાડેલા દરોડામાં બે હિસાબી રૂ.૧૫૦ કરોડ ઉપરાંતનું કાળું નાણું બહાર આવવાની શકયતાઓ સેવાઈ રહી છે. પાંચ દિવસ બાદ પણ ચોકકસ આંકડો બહાર આવ્યો નથી. ત્યારે તંત્ર કયારે આંકડો જાહેર કરશે. તે તંત્ર જ કહેશે.

છેલ્લા કેટલાક સમયથી ગોધરા શહેરમાં ફાયનાન્સ, ઓટોમોબઈલ તથા અન્ય ક્ષેત્રમાં આંધળી કમાણી કરનાર વેપારીઓ પોતે છુપી આવક ધરાવે છે. દિવસ-રાત આંધળી કમાણી કરનાર વિરૂદ્ધ દિવાળી પૂર્વે લાંબા સમય બાદ ઈન્કમટેક્ષ વિભાગે દરોડો પાડીને સપાટો બોલાવ્યો હતો. ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા સપાટો બોલાવીને બે હિસાબી આવક મેળવવાની કવાયત હાથ ધરી હતી. લાંબા સમય બાદ ઈન્કમટેક્ષ વિભાગે હાથ ધરેલી કાર્યવાહી દરમ્યાન અન્ય વેપારીઓમાં ફફડાટની લાગણી વ્યાપી ગઈ હતી. પાંચ દિવસ દરમ્યાન ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમ્યાન ૨૦ વેપારીઓને ત્યાં ૧૫ જેટલી વડોદરા ઈન્કમટેક્ષ વિભાગે દરોડો પાડયો હતો. ૧૫ જેટલી વડોદરા ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા ગોધરા તથા વેજલપુર વિસ્તારમાં આવેલ વેપારીઓને ત્યાં ૨૪ સ્થળો એ દરોડો પાડતા શહેરભરમાં હાહાકાર પ્રસરી ગયો હતો. ફાયનાન્સ તથા ઓટોમોબાઈલ્સ અન્ય ક્ષેત્રમાં કામ કરનાર વેપારીઓ ત્યાં ઈન્કમટેક્ષ દરોડો પાડીને બિલ તથા સોનું-ઝવેરાત ઝડપી પાડ્યું હતું. લાંબા સમય બાદ ઈન્કમટેક્ષ વિભાગે હાથ ધરેલી કાર્યવાહીના પગલે વેપારીઓમાં ફફડાટની લાગણી વ્યાપી ગઈ હતી. આવકવેરા વિભાગ દ્વારા પાંચ દિવસ સુધી ચાલેલી કાર્યવાહી છતાં બેનંબરી હિસાબ આંકડો બહાર આવ્યો નથી. એક અંદાજ મુજબ પાંચમાં દિવસે પણ વડોદરા ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા સર્ચ અભિયાન જાળવી રાખીને બેહિસાબી આવક શોધવાની કવાયત હાથ ધરતા એક અંદાજ મુજબ દોઢ સો કરોડનું કાળું નાણું બહાર આવવાની શકયતાઓ સેવાઈ રહી છે. સતત સોમવારના રોજ પણ અન્ય વેપારીઓ પણ પોતાના વહેપાર ધંધા પણ બંધ રાખ્યા હતા. નજીકમાં દિવાળી તહેવાર આવી રહ્યા હોવાને લઈ તેમજ આવા સમયે બેહિસાબી આવક રળનાર વેપારીઓ પણ કાળું નાણું છુપાવવા માટે અન્ય ક્ષેત્રોમાં રોકાણ કર્યું હતું. આ બે નંબરી રોકાણ કરનાર વેપારીઓ સામે સકંજો કસીને ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતાં અન્ય વેપારીઓમાં ફફડાટની લાગણી ફેલાઈ ગઈ હતી.

સરકારી અધિકારી સાથે ની લેવડ દેવડ બહાર આવશે……

ગોધરા તથા આસપાસન ૨૪ સ્થળો એ ઈન્કમટેક્ષ વિભાગે દરોડો પાડીને સપાટો બોલાવ્યો હતો. પોલીસ તથા ઉચ્ચ અધિકારીઓ દ્વારા દરોડો પાડીને બિનહિસાબી આર્થિક વ્યવહાર બહાર આવે તેવી ભીતિ સાથે ગુપ્ત ડાયરીઓ મળી આવી હતી. ઈન્કમટેક્ષ વિભાગે હાથ ધરેલ સર્ચ અભિયાન રૂપ ડાયરીઓ હાથ મેળવી હતી. આ ડાયરીઓમાં લખેલ લાખોના હિસાબ મેળવવાની કવાયત હાથ ધરાયેલી છે. આ ગુપ્ત ડાયરીઓમાં બેહિસાબી વ્યવહાર હાથ લાગ્યા હોવાનું જાણવા મળે છે. ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા આ સર્વેમાં ગુપ્ત ડાયરીઓ હાથ લાગતા સરકારી અધિકારીઓ સાથે આર્થિક લેવડ-દેવડ કરી હોવાનું જાણવા મળે છે.