ગોધરામાં મોબાઈલ મુદ્દે પતિ-પત્ની વચ્ચે ઝઘડો:પત્નીએ ગળે ફાંસો ખાઈને કર્યો આપઘાત, પોલીસે તપાસ શરૂ કરી

ગોધરા શહેરમાં મોબાઈલ ફોનને લઈને થયેલા ઝઘડાએ એક પરિવારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. ભુરાવાવ વિસ્તારની હરિકૃપા સોસાયટીમાં રહેતા કોન્ટ્રાક્ટર વિપુલભાઈ પટેલની પત્ની ચેતનાબેને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.

બનાવની વિગતો મુજબ, ચેતનાબેન પાસેથી મોબાઈલ ફોન મળી આવતા પતિ-પત્ની વચ્ચે તીવ્ર બોલાચાલી થઈ હતી. આ ઝઘડા બાદ ચેતનાબેને પોતાના ઘરમાં પંખા સાથે ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો.ઘટનાની જાણ થતાં જ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. એ ડિવિઝન પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.

આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાએ પરિવારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. આ ઘટના મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગ અને પારિવારિક સંબંધોમાં તેની અસર અંગે ગંભીર ચિંતાનો વિષય બની રહી છે.