ગોધરા તાલુકાના જીતપુરા ગામના મહિલા સરપંચ ₹10,000 ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા

ગોધરા તાલુકાના જીતપુરા ગામના મહિલા સરપંચ ₹10,000 ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા…

ગોધરા તાલુકાના જીતપુરા ગામના મહિલા સરપંચ ₹10,000 ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા હતા સરપંચે ખરાબાની જમીન નામે કરી આપવા માટે લાંચની રકમ માંગી હોવાનું એસીબી પાસેથી જાણવા મળેલ હતું 
 ગોધરા તાલુકાના જીતપુરા ગ્રામ પંચાયત વિસ્તારમાં અનેક ખરાબાની જમીન આવેલ છે જ્યારે આ ગામના એક વ્યક્તિને પાંચ ગુંઠા ખરાબાની જમીન જોઈતી હોવાથી તેને ગ્રામ પંચાયતના સરપંચ ના પતિનો સંપર્ક કરતા રૂપિયા 25000 ની માંગણી કરી હતી.ત્યાર બાદ મહિલા સરપંચને મળતા 10,000 રૂપિયા નક્કી થયા હતા મહિલા સરપંચ સવિતાબેન એ માંગણી કરેલ રૂપિયા જાગૃત વ્યક્તિ આપવા ન માંગતા હોવાથી તેઓ દ્વારા એ.સી.બીકચેરીનો સર્પક સાધ્યો હતો. એ.સી.બી અધિકારી જે. આર.ગામીત દ્વારા ફરિયાદી ને સાથે રાખીને છંટકુ ગોઠવતા મહિલા સરપંચ સવિતાબેન તેના પતિ સાથે ₹10,000 ની લાંચ લેતાં રંગેહાથ ઝડપાઇ ગયા હતા એસીબી અધિકારી દ્વારા મહિલા સરપંચ અને તેના પતિને કચેરી ખાતે લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા સરપંચોમાં ખળભળાટ મચી જવા પામી હતી.