![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2023/06/IMG-20230622-WA0252-1024x768.jpg)
ગોધરા,
ગોધરા તાલુકાના ખજુરી ગામે જમીનની હદ મામલે ધર્ષણ થતાં ઈસમે લાયસન્સવાળી બંદુક માંથી બે રાઉન્ડ ફાયરીંગ કરતાં પોલીસ ધટના સ્થળે દોડી આવી ફાયરીંગ કરનાર ઈસમને ઝડપી પાડયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના ખજુરી ગામે જમીનની હદ માટે બોલાચાલી થઈ હતી. દરમિયાન વાત વણસતા સિકંદર નામના વ્યકિત દ્વારા પોતાની લાયસન્સ વાળી બંદુક માંથી બે રાઉન્ડ ફાયરીંંગ કરવામાં આવ્યું હતું. જમીન મામલે ખજુરી ગામે થયેલ બોલાચાલીમાં ફાયરીંગયની ધટનાની જાણ થતાં ગોધરા તાલુકા પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી અને સિકંદરની અટકાયત કરી બંદુક કબ્જે આ બાબતે પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.