- ગોધરામાંથી પકડાયો ISI નો એજન્ટ
- જાસૂસી કરી પાકિસ્તાનને માહિતી પહોંચાડતો
રાષ્ટ્રીય તપાસ એજન્સી (ISI)એ જાસૂસીકાંડમાં ગુજરાતમાંથી એકની ઘરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. આ વ્યક્તિનું નામ ગિટેલી ઈમરાન છે, જેની ગોધરામાંથી ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાને જાસૂસી માટે હાલ એજન્ટોની ભરતી કરી હતી. જેમાં આ શખ્સની પણ ભરતી થઈ હતી, જે ભારતીય નેવી, સંરક્ષણ મથકોની જાસૂસી કરી પાકિસ્તાનને માહિતી પહોંચાડતો હોવાનો આરોપ લાગ્યો છે.
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ સોમવારે પાકિસ્તાન માટે જાસૂસી કરનાર એક ISI વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ ગિટેલી ઈમરાનના રૂપમાં થઈ છે, જે ગુજરાતનો રહેવાસી છે. ઈમરાન પર પાકિસ્તાનની ખાનગી એજન્સી ISI માટે કામ કરવાનો અને જાસૂસીમાં જોડાયેલો હોવાનો આરોપ લાગ્યો છે. તપાસ એજન્સીએ દ્વારા હાલ તપાસ ચાલી રહી છે.