- લોકપ્રશ્ર્નો અને પાક વિમા માટે લોક આંદોલન છેડાશે.
- પાટીદાર આંદોલનનો ચહેરો બનેલા હાર્દિક પટેલે જીલ્લા કાર્યકરો સાથે બેઠક યોજી.
- તાલુકા-જીલ્લા પંચાયત-નગરપાલિકાની ચુટણી પૂર્વે સંગઠનલક્ષી ચર્ચા કરી.
- સંગઠનલક્ષી ચર્ચા કરી લોક સમસ્યાને આગામી સમસ્યાને સરકાર સુધી પહોંચાડશે.
- ચાલુ બેઠકે વીજળી ડૂલ થતાં કાર્યકરો પરસેવાથી રેબઝેબ.
- ભાજપા સરકારના મંત્રી તથા તમામ બેઠકો ભાજપાની હોવા છતાં અતિવૃષ્ટિ સહાયથી
પંચમહાલ બાકાત. - લોકચિંતામાં સહભાગી થવા કોંગ્રેસ આગામી સમયમાં જુદા જુદા કાર્યક્રમ યોજવાનું એલાન.
- પાસ એજન્ડાને હાંસિયામાં ધકેલી દેતા પાટીદારોમાં અસંતોષ.
- મૃત:પાય કોંગ્રેસને હાર્દિક પટેલ પ્રાણ ફૂંકશે કે કેમ ?
- ઘણા દિવસો બાદ કાર્યાલય ખાતે કાર્યકરોની ભીડ ઉમટી.
- જૂના કાર્યકરોને હોદ્દાઓની લ્હાણીથી દૂર રાખે તો કોંગ્રેસને જીવતદાન મળવાની આશા.
ગોધરા,
આગામી તાલુકા-જીલ્લા પંચાયત તથા નગરપાલિકાની ચુટણી પૂર્વે એકાએક સફાળા જાગીને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે સૌ પ્રથમવાર પંચમહાલ જીલ્લાની મુલાકાત લઈ પક્ષના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. ખાસ કરીને અતિવૃષ્ટિના કારણે પાકનું નુકશાન થવા છતાં પાક વિમાની સહાયમાંથી પંચમહાલને બાકાત કરાતા આગામી સમયમાં આંદોલન સ્વરૂપે રજુઆત સરકાર સુધી પહોંચાડવાની જાહેરાત કરવામાં આવી હતી.
આજથી પાંચ પૂર્વે એકાએક મહેસાણામાં અનામત માટે પાટીદાર આંંદોલનના બીજ રોપાઈને જોતજોતામાં ટૂંકાગાળામાં સમગ્ર રાજ્યમાં વિરાટ સ્વરૂપે ફેલાઈને ધરણા-આંદોલન-રજૂઆતો- હિંસા વચ્ચે સમગ્ર ગુજરાતને ધમરોળીને એક પાટીદાર નેતા તરીકે ઊભરી આવેલ નવજુવાનીયો હાર્દિક પટેલે આગળ જતા તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને પદ ઉપરથી ઉથલાવી દેવાની તાકાતના દર્શન કરાવ્યા હતા. બે-ત્રણ વર્ષ સુધી માંગણીના મુદ્દે આંદોલન કયાંક નાના-મોટા સ્વરૂપે કાર્યરત રહીને છેવટે કોંગ્રેસ પક્ષમાં ભળી જઇને “આપના સંગઠન ઉપર જાણે પ્રશ્ર્નાર્થ કે પૂર્ણ વિરામ મુકાઈ ગયાની પરિસ્થિતી હાલ ઉદ્દભવેલી છે. લોકસભાની ચુંટણીના ૧ વર્ષ બાદ ગુજરાતમાં મૃતપાય અવસ્થામાં પડેલી કોંગ્રેસને પુન: જીવંત કરવા કોંગ્રેસ આ આક્રમક ચહેરા હાર્દિક પટેલને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે વરણી કરાઈ છે. ત્રણ-ચાર માસ બાદ સૌપ્રથમવાર પંચમહાલ જીલ્લાની મુલાકાત લીધી હતી. રવિવારે હાર્દિૈક પટેલ પક્ષ કાર્યાલય ખાતે પક્ષના હોદ્દેદારો સાથે બેઠક યોજીને આગામી તાલુકા-જીલ્લા પંચાયત અને નગરપાલિકાની ચુંટણીલક્ષી ચર્ચા કરીને ગામે ગામે તાલુકા દીઠ સંગઠન મજબુત બનાવવા કાર્યકરોને હાકલ કરી હતી અને આગામી સમયમાં કોંગ્રેસના સદસ્ય નોંધણી અને વિવિધ તાલુકા સમિતિની પુન:ગઠન અંગેના સંકેત આપીને કાર્યકરોને લોકપ્રશ્ર્નોને વાચા આપવા અત્યારથી જ લાગી જવા આહ્વવાન કર્યું હતું તથા આગામી સમયમાં ભાજપા વિરોધી અને લોક સમસ્યા અંગે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન થકી કાઢવા પણ સમજૂતી આપીને કાર્યકરોનો ઉત્સાહ વધારવાનો પ્રયાસ કર્યો હતો. બેઠક પૂર્ણ થયા બાદ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે પંચમહાલ જીલ્લાના કોંગ્રેસ કાર્યાલય ઉપર તમામ તાલુકાના પાર્ટીના આગેવાનો અને હોદ્દેદારો સાથે વાતચીત કરીને આવનાર દિવસોમાં ચુંટણીઓમાં કોંગ્રેસ પાર્ટીનો વિજય થાય તેની સાથે ગામડાઓની સમસ્યા છે.
તેનું નિરાકરણ અને સંગઠનને ઓપ આપવા તથા શુભેચ્છા મુલાકાત મીટીંગનું આયોજન કરાયું હતું. તાલુકા અને જીલ્લામાં વધુ વરસાદના કારણે ખેડુતોને પાક નુકશાન થયું છે. જેથી ખેડુતોને સહાય મળવી જોઈએ પાક વિમો મળવો જોઈએ તે સહાય મળી નથી તે અંગે પક્ષના કાર્યકરો સાથે સ્થિતિ અંગે ચર્ચા કરી સમસ્યાના નિરાકરણ માટે આંંદોલનના માર્ગે સરકાર સુધી પહોંચાડવા તથા સામાન્ય નાગરિકોની સમસ્યા નિરાકરણ કરીશંું. ચુંટણીમાં વિજય મેળવીશું અને લોકો અમારી સાથે રહેશે જે રીતે સરકારની ગાઈડ લાઈન પ્રમાણે જે તે અતિવૃષ્ટિની જાહેર કરેલી યાદીમાં પંચમહાલ જીલ્લાના ખેડુતોનું નામ નથી. અને ખોટી ગાઈડ લાઈન પ્રમાણે નામ બાદ કરાયું છે. ભારે વરસાદ પડવાની સાથે ઉપરવાસથી પાણી આવતા મકાઈ, ડાંગરના પાકને નુકશાન થયું છે. તેમ છતાં સરકાર પોતાની જવાબદારી માંથી છુટવા માટે જીલ્લાનો સમાવેશ કર્યો નથી. એટલા માટે કોંગ્રેસના હોદ્દેદારો આ જીલ્લાની ચિંતા કરી રહ્યા છે. આ ચિંતાના આધારે સમસ્યાનું નિરાકરણ કરવા માંગીએ છીએ. જીલ્લામાં ભાજપાના મંત્રી તથા તમામ બેઠકો ભાજપાની હોવા છતાં લોકોની સમસ્યાનું નિરાકરણ ન થયું હોય તે દુ:ખની વાત છે. એટલા માટે ચિંતામાં સહભાગી થવા કોંગ્રેસના કાર્યક્રમો ઘડીને આગામી સમયમાં લોક સમસ્યા સરકાર સુધી પહોંંચાડવાની જાહેરાત કરાઈ છે. આમ હાર્દિક પટેલના આગમન અને કોંંગ્રેસના હોદ્દેદારો સાથે ચુંટણીલક્ષી બેઠક યોજી આંદોલનનો માર્ગ અપનાવવાની જાહેરાતથી ચુંટણી પૂર્વે કોંગ્રેસના કાર્યકરોમાં નવો જોમ જુસ્સો આવ્યાનંું જોવા મળે છે.
જૂના જોગઓની બાદબાકી કે નવા ચહેરાઓને તક ???
ગુજરાત પ્રદેશ કોંંગ્રેસના કાર્યકારી પ્રમુખ નવયુવા ચહેરો હાર્દિક પટેલના પક્ષમાં આગમનથી કાર્યકરોમાં નવો સળવળાટ જન્મ્યો છે. તેમાંય યુવા ચહેરાઓમાં જ્યારે જૂના જોગીઓ પણ આંદોલન માર્ગ સંગઠન મજબૂત બનશે તેવી આશા વ્યકત કરી રહ્યા છે. હાલમાં પંચમહાલ જીલ્લામાં પક્ષ મજબૂત બનાવવા કોંગ્રેસ સદસ્યતા નોંધણી અભિયાન હાથ ધરાઈ રહ્યું છે. અને આગામી સમયમાં ચુંટણી પૂર્વે જીલ્લાનું પક્ષ સંગઠન માળખાની નવરચના થવાના એંધાણ છે. હાલમાં મૃતપાય કોંગ્રેસમાં હાર્દિક પટેલની મુલાકાતથી કાર્યાલયમાં કાર્યકરોની પણ ઘણા દિવસોમાં ભીડ જોવા મળી હતી. ત્યારે જૂની ફૂટેલી કારતૂસોને સમાવેશ કરાશે કે નવા ચહેરાઓને પદલ્હાણી કરાશે.આ મત મતાંતર શરૂ થાય તેમ છે. આ જૂના જોગીઓને એટલે ફૂટેલી કારતૂસોને હોદ્દાઓની વહેંચણી ન થાય તો કોંંગ્રેસમાં નવા ફેરફાર થઈને જૂથબંદી દુર થાય તેમ છે. અને આગામી દિવસોમાં કોંગ્રેસ અને જીવતદાન મળી શકવાની શકયતાઓ છે.
પાસનું વિર્સજન કે કોંગ્રસનું નવસર્જન ???
આંદોલનનો ચહેરો બનીને અમદાવાદના જીએમડી મેદાનમાં પાટીદારોને એકત્રિત કરીને શકિત પ્રદર્શન કરવામાં સફળ રહેલા આંદોલનકારી નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ સાથે જોડાણ કર્યા બાદ પ્રથમવાર ગોધરા આવતા જીલ્લાભરના આપ ના કાર્યકરો તથા પાટીદાર સમાજમાં અનેક ચર્ચાઓએ સ્થાન લીધું હતું કે, હવે કોંગ્રસમાં સક્રિય થઈ જતા હવે પાટીદારની પ્રવૃતિ કરતું પાસની કામગીરી ઉપર બ્રેક વાગી ગઈ છે. પાસનો એજન્ડો સાઈડ ઉપર જતો રહ્યો છે. હાલમાં પણ પાટીદારોની અનામત માંગ યથાવત છે. તેવા સમયે પોતાનો હેતુ કે એજન્ડાને બદલીને કોંગ્રેસનો હાથ પકડયો છેે. તેવા સમયે આપ જેવી દશા એટલે કે ગુજરાતભરમાં પાટીદારોને એકરૂપ સંગઠન કર્યા બાદ હાલ આપ મૃતપાય હાલતમાં છે. આપ જેવું સંગઠનાત્મક આંદોલનની જરૂરીયાત છે. તેવા સમયે કોંગ્રેસમાં નવા પ્રાણ ફુંકાય કે કેમ કે પછી પાસનું વિસર્જન થશે કે કોંગ્રેસનું નવસર્જન તેવી અનેક ચર્ચાઓ એ સ્થાન લીધું છે.