ગોધરામાં દિન દહાડે મહિલા પાસેથી લૂંટ: રિક્ષામાં બેસાડી મહિલાની સોનાની બંગડી લૂંટી ગઠિયાઓ ફરાર, પોલીસે તપાસ શરૂ કરી

ગોધરા શહેરમાં દિવસ દહાડે લૂંટનો બનાવ સામે આવ્યો છે. શહેરના સૈયદવાડા વિસ્તારના ઢાળ પાસે એક મહિલા સાથે લૂંટ થઈ છે. મહિલા પોતાના ઘરેથી દવાખાને જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી.

ગઠિયાઓએ મહિલાને જબરજસ્તીથી રિક્ષામાં બેસાડી હતી. ત્યારબાદ તેના હાથમાંથી સોનાની બંગડી ઉતારી લીધી હતી. બંગડીની લૂંટ કર્યા બાદ ગઠિયાઓ મહિલાને છોડી દીધી હતી અને રિક્ષા લઈને ફરાર થઈ ગયા હતા.

આ ઘટનાની જાણ ગોધરા શહેર એ-ડિવિઝન પોલીસને કરવામાં આવી છે. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે. ગઠિયાઓને પકડવા માટે પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે.