ગોધરામાં ચોરોએ તો ભારે કરી:બાઈક-ટ્રેક્ટરની ચોરી કરી વેચવા નીકળ્યા ને એલસીબીએ દબોચ્યાં

ગોધરા એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા ચોરીના ગુનામાં સોનાલીકા કંપનીનું ટ્રેક્ટર કિં.રૂ.4,00,000/- તથા ચોરી કરવા ઉપયોગ કરવામાં આવેલી મોટર સાઇકલ જેની કિં.રૂ.25,000/- ના મુદ્દામાલ સાથે બે ઇસમને પકડી પાડી ગોધરા શહેર એ ડિવિઝન પો.સ્ટે.નો ટ્રેક્ટર ચોરીનો ગુનો ગણતરીના દિવસોમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઊકેલી કાઢ્યો છે.

પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારીએ આપેલા માર્ગદર્શન અને સૂચના મુજબ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એલ.દેસાઈ એલ.સી.બી. ગોધરાને મિલકત સંબંધી ગુનાઓ બનતાં અટકાવવા તથા બનેલા વણશોધાયેલા મિલકત સંબધી ગુનાઓ ડિટેક્ટ કરવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. જે સૂચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓને વણશોધાયેલા મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવા માટે જરૂરી સૂચના કરી હતી. જેમાં એલ.સી.બી ગોધરાએ હ્યુમન સોર્સીસ આધારે માહિતી મળી હતી કે, બે ઈસમો મોટર સાઇકલ નંબર જી.જે.17 એએ 1054 તથા સોનાલીકા કંપનીનું વાદળી કલરનું નંબર વગરનું ટ્રેક્ટર શંકાસ્પદ હાલતમાં લઈને એરંડી ગામેથી નીકળી જાફરાબાદ થઈ કંકુથાંભલા ચોકડી થઈ ગોધરા તરફ ટ્રેક્ટર વેચવા માટે નીકળેલા છે. તેવી મળેલી ચોક્કસ બાતમી આધારે એલ.સી. બી.સ્ટાફના માણસો સાથે જાફરાબાદ ગામે પાદરડી ફળીયા નજીક રોડ ઉપર નાકાબંધી કરી બાતમી મુજબના બે ઈસમને મોટર સાઇકલ તથા ટ્રેક્ટર સાથે પકડી પાડ્યા હતા.

ઉપરોક્ત પકડાયેલા આરોપીની ઘનિષ્ઠ પૂછપરછ કરતા હકીકત જણાવેલી કે, ગઈ તા.28/12/2024ના પકડાયેલા બંને આરોપી તથા તેઓનો મિત્ર પ્રદીપભાઈ ઉદેસિંહ બારીયા (રહે. એરંડી ભગત ફળીયું તા.ગોધરા જિ.પંચમહાલ)એ એરંડી ગામે ભેગા થયેલા અને સવારના સાડા અગ્યારેક વાગ્યાના સમયે યુવરાજસિંહની મોટર સાઇકલ નંબર જી.જે. 17 એએ 1054ની લઈને ગોધરા આવવા નીકળેલા અને ગોધરા ખાતે દાહોદ રોડ ઉપર આવેલા મહેંદી બંગ્લાની આસપાસ ફરેલા અને થોડીવાર પછી ત્રણેય જણા સ્વામીનારાયણ મંદિરના કંપાઉન્ડની બહાર મોટર સાઇકલ મુકી મંદિરના કંપાઉન્ડમાં ગયેલા અને ત્યાં એક સોનાલીકા કંપનીનું ટ્રેક્ટર પાવડો જોડેલી હાલતમાં પડેલું હતું.

આ ટ્રેક્ટરની ચોરી કરવા સારૂં ત્રણેય જણા ટ્રેક્ટર પાસે ગયેલા અને પાવડાને ટ્રેક્ટરથી છૂટો પાડેલો અને ટ્રેક્ટરને ચાલુ કરવા પ્રયત્ન કરેલી, પરંતુ ટ્રેક્ટર ચાલુ થયેલ નહીં. જેથી મે ટ્રેક્ટરની બેટરી બોક્સના ઉપરના ભાગે આવેલા સ્ટાર્ટરના બંને છેડાને લોખંડનો સળીયો અડાડી ભેગા કરતાં ટ્રેક્ટર ચાલુ થઈ જતાં ચોરી કરી લઈ જતાં રહેલાની કબૂલાત કરી હતી. આ મામલે તેમની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.