
ગોધરા-શહેરા મુખ્ય હાઇવે માર્ગ ઉપર ટ્રેકટર અને બાઈક વચ્ચે અકસ્માતમાં એક પોલીસ જવાનનું મોત
શહેરા-ગોધરા મુખ્ય હાઇવે માર્ગ ઉપર આવેલ શહેરા પશુ દવાખાના સામે ટ્રેકટર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રેકટરની અડફેટે આવતા બાઈક સવાર શૈલેષ પગી નામના પોલીસ જવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમજ અકસ્માતમાં પોલીસ જવાનનું મોત થતાં Dysp સહિતના પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. મૃતક પોલીસ જવાન શહેરાના લાભી ગામનો રહેવાસી અને ગોધરા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતો હતો.

