ગોધરા શહેરના જુહાપુરા શાક માર્કેટ અને સ્ટેશન રોડ વિસ્તારમાં રખડતા કૂતરાઓનો આતંક વધ્યો છે. સાંજના સમયે કૂતરાઓએ રસ્તે જતા રાહદારીઓ અને સ્થાનિકો સહિત 43 લોકોને બચકા ભર્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવથી વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. એક જ સાંજે 20 લોકોને કૂતરાઓએ બચકા ભર્યા હતા. મોટાભાગના લોકોને પગના ભાગે ઈજાઓ થઈ હતી. ઈમરજન્સી વિભાગમાં 20 જેટલા લોકોને રેબીઝની રસી આપવામાં આવી છે.