પંચમહાલ જિલ્લાના ગોધરામાં એટીએસની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી ગોધરામાં સર્ચ હાથ ધરાયું છે. જેમાં ગોધરાના લધુમતી વિસ્તારમાંથી બે શંકાસ્પદ શખ્સોને ઉઠાવ્યો હોવાની જાણકારી હાલ મળી રહી છે. આ બંને શખ્સો 25 દિવસ પાકિસ્તાનમાં રોકાઈને પરત આવ્યા હતા. જેને લઈ એટીએસ દ્વારા બે શંકાસ્પદ શખ્સને SP કચેરી ખાતે લાવી વધુ પુછપરછ હાથ ધરવામાં આવી હતી.
SP કચેરીએ પૂછપરછનો દોર શરૂ પંચમહાલના ગોધરા શહેરમાં વહેલી સવારથી ગુજરાત એટીએસની ટીમે ધામા નાખ્યા છે. જેમાં ગોધરા શહેરના લઘુમતી વિસ્તારમાં ટીમે સ્થાનિક પોલીસને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. પોલીસે બે ઈસમોની અટકાયત કરી હોવાની વિગતો મળી રહી છે. હાલ SP કચેરી ખાતે પૂછપરછનો દોર ચાલી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નાઝ ઉસ્માની, અબ્દુલ ઉસ્માની બંને ભાઈઓની અગાઉ પણ એટીએસની ટીમ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત એટીએસની ટીમે આ ત્રણેય ઈસમોની વધુ પૂછપરછમાંથી અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા છે. જ્યાં ચોકાવનારા ખુલાસાઓ બહાર આવવાની શક્યતાઓ સેવાઇ રહી છે.વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ ત્રણેય શંકાસ્પદ ઇસોમો પાસેથી પાસપોર્ટ કબજે કરવામાં આવ્યા હોવાની વિગતો જાણવા મળી રહી છે.