ગોધરા તાલુકાના જાલીયા ગામના 30 વર્ષિય યુવાને ઝેરી દવા પી જતાં સારવાર માટે સિવિલમાં ખસેડાયો

ગોધરા, ગોધરા તાલુકાના જાલીયા શિકારીયા ફળિયામાં રહેતા 30 વર્ષિય યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતાં દવા સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા તાલુકાના જાલીયા ગામે શિકારીયા ફળિયામાં રહેતા મહેન્દ્રભાઈ નટુભાઈ પરમાર(ઉ.વ.30)એ 3 માર્ચના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના ધરમાં ઝેરી દવા પી ગયેલ હોય જેથી તાત્કાલિક સારવાર માટે કાંકણપુર સીએચસી અને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બાબતે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી હતી.