ગોધરાના પશ્ચિમ વિસ્તાર ગેની પ્લોટમાં વીજ મીટર બદલવાના લઈ વીજ કર્મચારી અને ગ્રાહક વચ્ચે બોલાચાલી થતા પોલીસ દોડી આવી મામલો સંંભાળ્યો

ગોધરા, ગોધરા પશ્ચિમ વિસ્તારમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગેની પ્લોટ ખાતે વીજ કર્મચારીઓની ટીમ દ્વારા વીજ ગ્રાહકનું મીટર બદલવામાં આવ્યું હતું. ત્યારે જુનુું વીજ મીટર વીજ કર્મચારી પાસેથી લઈ વીજ ગ્રાહકે ધરમાં મૂકી દેવાને લઈ બોલાચાલી થઈ હતી. સ્થાનિક લોકોએ વીજ કર્મીઓને ધેરી લેતાં પોલીસ બોલાવાતા પોલીસે મામલો થાળે પાડયો હતો.

ગોધરાના પશ્ચિમ વિસ્તારના ગેની પ્લોટ સહિતના મોટાભાગના વિસ્તારોમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા સવારે વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગેની પ્લોટમાં એક વીજ ગ્રાહકના ધરે વીજ કર્મચારીઓની ટીમ દ્વારા જુનું વીજ મીટર કાઢીને નવુંં મીટર નાખવામાંં આવ્યું હતું અને જુનું વીજ મીટર વીજ કર્મચારીની હાથમાં હતુંં. ત્યારે વીજ ગ્રાહકે વીજ કર્મીના હાથ માંથી વીજ મીટર લઈને ધરમાં મૂકી દેતા વીજ કર્મચારીઓ અને ગ્રાહક વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. તે સમયે વીજ કર્મચારીઓને સ્થાનિક લોકો દ્વારા ચારેબાજુથી ધેરી લેવામાંં આવતાં વીજ કર્મચારીએ પોલીસને ફોન કરી મદદ માંંગી હતી. પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી અને પોલીસે ધટના સ્થળે દોડી આવીને મામલો સંંભાળી લીધો હતો.