ગોધરા શહેર વિસ્તારના મોટાભાગના તમામ રસ્તાઓ ઉપર ઠેરઠેર ખાડાઓને લઈ ખખડધજ બન્યા : વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન

  • પાલિકા વિસ્તારમાંં કોન્ટ્રાકટરો દ્વારા થતી હલ્કી ગુણવત્તાની કામગીરીને રસ્તા માંડ એક વર્ષમાં તુટીયા.

ગોધરા નગર પાલિકા વિસ્તારના મોટાભાગના તમામ રસ્તાઓ ખખડધજ બનતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના અમુક વિસ્તારોના રસ્તાઓ બન્યાને માંડ એક વર્ષ પુરુ થાય તે પહેલા આખો રસ્તો તુટીને ઠેરઠર ખાડાઓ પડેલ જોવા મળે છે. ચોમાસાની સીઝનના બહાના કરીને પાલિકા તંત્ર હાથ ખંખેરી રહ્યું છે.

ગોધરા શહેરના તમામ રસ્તાઓની હાલત ખખડધજ જોવા મળી રહી છે. બસ સ્ટેશન વિસ્તાર રાણા સોસાયટી, માર્કેટીંગયાર્ડ રોડ, બગીચા રોડ થી ગીદવાણી રોડ, સ્વામી નારાયણ ટાવર થી શહેરા ભાગોળ તરફનો રસ્તો, કલાલ દરવાજા થી નગર પાલિકા થઈ સૈયદવાડાના તમામ માર્ગો ઉપર હાલમાં ખાડા રાજ જોવા મળી રહ્યું છે. તેમ છતાં શહેરના રસ્તાઓ ઉપર જયાં જોવો ત્યાં ખાડાઓ જોવા મળે છે. નગરના રોડ રસ્તાની કામગીરી કરતી પાલિકા કચેરીના રસ્તાની હાલત જોતાં શહેરના રસ્તાઓની હાલતનો ચિતાર મળી જાય છે.

પાલિકાનું નગોરતંત્ર શહેરના રસ્તા ઉપર પડેલ ખાડાઓથી નગરજનોની પડતી મુશ્કેલીઓની કોઈ ચિંતા નથી. શહેરના અમુક વિસ્તારોના રસ્તાઓ બન્યાને માંડ વર્ષ જેટલો સમયગાળો પુરો થયો નથી. ત્યાં રોડ ઉપર ખાડાઓનું રાજ જોવા મળી રહ્યું છે. રસ્તાઓની ખખડધજ હાલત માટે પાલિકા તંત્ર જવાબદાર છે. કારણ શહેરના રસ્તાઓની કામગીરી મળતીયા કોન્ટ્રાકટરને લ્હાણી કરવામાંં આવતી હોય અને આવા કોન્ટ્રાકટરો દ્વારા હલ્કી ગુણવતાની કામગીરી કરવામાં આવતી હોવાથી રસ્તાઓ થોડા સમયગાળામાં ખખડધજ બનતા હોય છે. લાખો રૂપીયાના ખર્ચે બનતા રોડ માંડ એક વર્ષ પણ ટકી શકે નહિ તે કેવા પ્રકારનું મટીરીયલ્સ વાપરવામાં આવતું નથ અને આવા કોન્ટ્રાકટરોની સામે કોઇ કાર્યવાહી કરવામાંં આવતી નથી.

ગોધરા શહેરના બજાર વિસ્તારના માંર્ગની હાલત આવી ખખડધજ છે. ત્યારે સોસાયટી વિસ્તારના આંતરીક રસ્તાઓની તંત્ર પોતાની જાતે જ સમજવાબની જરૂર છે. હાલ શહેરના તમામ રસ્તાઓ ખખડધજ હાલતમાં હોય જેને લઈ આવા રસ્તાઓ ઉપરથી પસાર થતાં વાહન ચાલકો અવારનવાર પડી જવાના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. ચોમાસાની સીઝનનં બહાનું આગળ ધરીને પાલિકા તંત્ર રસ્તાઓ ઉપર ખાડા ષડયંત્રનું જણાવીને હાથ ખંખેરી નાખશે અને તહેવારના સમયગાળામાં ખખડધજ બનેલ રસ્તાઓનું પૂરણ કરાવીને સંતોષ લેશે અને પૂન: નવા રસ્તાઓ મંજુર કરાવી મળતીયા કોન્ટ્રાકટરોને કામોની લ્હાણી કરાશે પરંતુ શહેરના રસ્તાઓની નકકર કામગીરી કરાવી ચોકકસ કામ આપવાની જવાબદારી નિભાવવામાં પાલિકા તંત્ર નિષ્ફળ રહેતું હોય જેને લઈ શહેરના રસ્તાઓ હાલત માટે પાલિકા તંત્ર જવાબદાર છે.