ગોધરાથી હાલોલ હાઈવે વચ્ચે ડિવાઈડર પરના 11 કટ અકસ્માતની ધટનાઓને લઈ બંધ કરાશે

ગોધરા, પંચમહાલ જિલ્લા માર્ગ સલામતી સપ્તાહ ચાલી રહ્યો છે ત્યારે હાઈવે તથા રોડ પર વાહનોના અકસ્માતથી પોલીસવડા, કલેકટર સાથે ટ્રાફિક પોલીસે મહત્વના અકસ્માત ઝોન પર અકસ્માત ધટાડવા લેખિત જાણ કરી છે.

ગોધરાથી હરાલળો,લલનરા જયોતિ સર્કલ સુધીના હાઈવે પરના ડિવાઈડરની વચ્ચેના બ્લોક કાઢી નાંખીને ગેરકાયદે કટ કર્યો છે. કટથી અકસ્માતો સર્જાઈ રહ્યા હોવાથી આ કટ બંધ કરવા ટોલ કંપની તથા આર એન્ડ બી ને સુચનાઓ આપી છે.ગોધરાથી હાલોલ હાઈવે પર ટ્રાફિક પોલીસે 11 ગેરકાયદે કટ શોધી કાઢ્યા છે. આ કટ હોટલ, પેટ્રોલપંપ, કે અન્ય જગ્યાએ જવા ગેરકાયદે કટ બનાવ્યા છે. તે બંધ કરાશે ત્યારે અકસ્માત ચાલુ વર્ષ-615 થયા છે. જેમાં 878 વ્યકિતઓને ઈજાઓ થવા પામી છે. જેમાંથી ગંભીર ઈજાઓ થતાં 231ના મોત થયા હતા. જયારે 2022માં 601 અકસ્માતમાં 909માંથી 260 ઈજાગ્રસ્તોના મોત થયા હતા. આમ 2022 કરતા 2023માં અકસ્માતનુ પ્રમાણ ધટ્યુ છે.