ગોધરા નગર પાલિકાના વોર્ડ નં.9માં નવી આર.સી.સી.દિવાલ બનાવવામાં આવી છે. પરંતુ અધુરી કામગીરીને લઈ ગંદકી અને ગંદુપાણી ઉભરાઈ રહ્યું છે. જેને લઈ રોગચાળો ફેલાઈ શકે છે.
ગોધરા નગર પાલિકાના વોર્ડ નં.9 મીઠીખાન મહોલ્લામાં પાલિકા દ્વારા નવી આર.સી.સી.દિવાલ બનાવવામાં આવેલ છે પરંતુ આ કામગીરી અધુરી છોડી દેવાના કારણે ગંદુ પાણી ઉભરાતા પુષ્કળ પ્રમાણમા ગંદકી ઉભરાઈ રહી છે. ગંદા પાણીને લઇ રોગચાળો ફેલાવવાની દહેશત વધી છે. ત્યારે અધુરી કામગીરી પુરી કરવામાંં આવે અને ગંદકી દુર કરાઈ તેવી માંગ સાથે પાલિકામાં લેખિત રજુઆત કરાઈ.