ગોધરા,
ગોધરા નગર પાલિકાના વોર્ડ નંબર 10માં આવેલ મૈત્રી પાર્કમાં નવીન લાઈટ, નાના છોકરાઓના રમકડાં તેમજ સમગ્ર બગીચાને રંગ રોગન લારા હોસ્પિટલના માલિક ર્ડો. સુજાત વલી, કોઠી સ્ટીલના માલિક હાજી ફિરદૌસ કોઠી તેમજ અલ હયાત ટુર્સ ટ્રાવેલ્સ માલિક સુલેમાન હયાત દ્વારા કરાવવામાં આવી હતી. આ તમામ કામગીરી સ્થાનિક રહીશ તેમજ નગર પાલિકાના માજી સભ્ય યાકુબભાઇ બક્કર તપેલીની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. આ તમામ મહાનુભાવોનો ગોધરા શહેર વતી. યાકુબભાઇ બક્કર તપેલીએ આભાર વ્યક્ત કર્યા હતો.