ગોધરા,
ગોધરા નગર પાલિકાના વોર્ડ નં.2 વિસ્તારની નાલંદા સ્કુલ ખાતે આ વોર્ડમાં ઓછા મતદાન બાબતે જાગૃતી માટે પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા મીટીંગનું આયોજન કરવામાંં આવ્યું હતું. આ મીટીંગમાં વોર્ડના ચુંટાયેલા પાલિકા સભ્યએ મતદાન ઓછું થવા માટે પ્રાથમિક સુવિધાનો અભાવ હોય ત્યારે 50 ટકા મતદાનના સ્થાને 25 ટકા મતદાન થશે તેમ જણાવતાં સભ્યને મીટીંંગ માંથી બહાર કાઢી મૂકી પ્રાંત અધિકારી પણ મીટીંગ છોડી ચાલ્યા ગયા હતા.
ગોધરા નગર પાલિકાના વોર્ડ નંં.2 વિસ્તારમાં વિધાનસભા ચુંટણીમાં 50 ટકા જેટલા મતદાર થતું હોય ત્યારે આ વિસ્તારમાં મતદાન જાગૃતિ માટે ગોધરા પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા નાલંદા સ્કુલ ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મીટીંગમાં વોર્ડ નંં.2ના મતદારો મોટી સંંખ્યામાં હાજર રહ્યા હતા. સાથે વોર્ડ નં.2ના ચુંટાયેલા સભ્ય નરી ત્યાં હાજર રહ્યા હતા અને મતદાન ઓછું થવા માટે આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોય જેને લઈ હજી 50 ટકા મતદાન થાય છે. તેના સ્થાને 25 ટકા મતદાન થશે તેવું ઉંચેથી બોલતા હોય જેને લઈ પ્રાંત અધિકારી દ્વારા પાલિકા સભ્યને મીટીંગ માંંથી બહાર કાઢી મુકયા હતા અને સ્થાનિક લોકો રજુઆત સાંભળીને પ્રાંત અધિકારી મીટીંગ છોડી ચાલ્યા ગયા હતા.