ગોધરા વિક એન્ડ ત્રણ દિવસના સ્વૈચ્છિક લોકડાઉનના પ્રથમ દિવસે ધંધા રોજગાર સંપૂર્ણ બંધ રહ્યા

ગોધરા,
કોરોના મહામારીની બીજી લહેરમાં પંચમહાલ જીલ્લા સહિત ગોધરા શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. બજારોમાં સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે. પરિણામે સંક્રમણના કેસ વધી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ગોધરા શહેરના વેપારીઓ સાથે મીટીંગ યોજીને વીક એન્ડ શુક્ર, શનિ અને રવિવારના રોજ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આજરોજ ગોધરા શહેરમાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનમાં બજારો સંપૂર્ણ બંધ રહેલા જોવા મળ્યા હતા. કોરોના સંક્રમણ જે ગતિથી વધી રહ્યંું છે. તે જોતાં લોકોમાં કોરોના મહામારીનો ભય પણ જોવા મળ્યો છે.

પંચમહાલ જીલ્લા સહિત ગોધરા શહેરમાં કોરોના મહામારીની બીજી લહેર ધાતક બનીને લોકો જો કોરોના સંક્રમણના ભરડામાં લઈ રહી છે. પંચમહાલ જીલ્લામાં ૭૪૯ જેટલા કોરોના સંક્રમિત દર્દીઓ સારવાલ લઈ રહ્યા છે. તેમાં પણ કોરોના બીજી લહેરમાં મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. જેને તેમ છતાં લોકોમાં કોરોનાની ગંભીરતા જોવા મળતી નથી. બજારોમાં ભારે ભીડ જોવા મળે છે. લોકો માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળે છે. પરિણામે સક્રમણ ઝડપ થી વધી રહ્યું છે. ત્યારે વધતા કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ગોધરાની વેપારીઓ સાથે મીટીંગ યોજીને વીકે એન્ડ લોકડાઉન માટે નિર્ણય લેવામાંં આવ્યો હતો. ગોધરામાં શુક્ર, શનિ અને રવિવાર એમ ત્રણ દિવસના સ્વૈચ્છિક લોકડાઉનના પ્રથમ દિવસે બજારો સંપૂર્ણ બંધ રહ્યા હતા. કોરોના મહામારીની ગંભીરતા અને વધતા સંક્રમણને અટકાવવા માટે ધંધાદારી વેપારીઓ દ્વારા લોકડાઉનને સફળ બનાવ્યું છે. ગોધરા શહેરમાં ત્રણ દિવસના સંપૂર્ણ લોકડાઉન અને સોમવાર થી ૫ મે સુધી સવારે 6 થી 2 વાગ્યા સુધીના ધંધા રોજગાર ચાલુ રાખવા અને 2 વાગ્યા પછી બંધ રાખતા નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈ આવનાર દિવસોમાં ગોધરામાં કોરોના સંક્રમણ ઓછું થશે. તેવી આશા રાખી શકાય છે.