ગોધરા,
પંચમહાલ થી ગોધરા વિધાનસભા બેઠક માટે 29 દાવેદારો મેદાનમાં ઉતર્યા છે. ત્યારે ગોધરા બેઠક માટે હાલ ત્રણ દાવેદારો ઉપર ચર્ચા થઇ રહી છે. ત્યારે ગોધરા વિધાનસભા બેઠક માટે ત્રણ દાવેદારોમાં સી.કે. રાઉલજી, મેહુલ શાંતિલાલ પટેલ, રાજેન્દ્રસિંહ વજેસિંહ ચૌહાણનું નામ ચર્ચામાં છે. સી.કે. રાઉલજી ચાલુ ધારાસભ્ય તેમજ પૂર્વ મંત્રી રહી ચુક્યા છે. જ્યારે મેહુલ શાંતિલાલ પટેલ જે પૂર્વ વાણિજ્ય મંત્રી શાંતિલાલ પટેલ 4 ટર્મ લોકસભા ના સાંસદ તેમજ 3 ટર્મ ધારાસભ્ય રહી ચુક્યા છે. લોકસેવક તરીકે પિતા શાંતિલાલ પટેલનો વારસો મેહુલ પટેલને મળેલ છે. આમ પણ મેહુલ પટેલ સમાજ સેવક તરીકે અને આદિવાસી પછાત સમાજ માટે કાર્ય કરતાં રહ્યાં છે. તેમાં પણ હાલ જ્યારે ગોધરા વિધાનસભા બેઠક હોય તેવા સંજોગોમાં મેહુલ શાંતિલાલ પટેલ જે યુવાનોમાં સારૂ એવું પ્રભુત્વ ધરાવી રહ્યા છે. જે ગોધરા બેઠક માટે બીજેપી મેહુલ પટેલને ટીકીટ આપે તો બીજેપીની બેઠક ભાજપ જળવાઇ રહેશે. હાલ ગોધરા બેઠક માટે ભાજપ પોતાના ઉમેદવારની જાહેરાત કરે તે પહેલા મેહુલ પટેલની ચર્ચાઓ વિધાનસભા વિસ્તારમાં ભારે ચર્ચાઓ જગાવી રહી છે.