ગોધરા વિધાનસભાના મતદાન પહેલા વાવડી(બુ) પંચાયતને નગર પાલિકામાંં ભેળવવાના મુદ્દે સોશ્યલ મીડીયામાં પત્રિકા વાયરલ થતાં રાજકારણ ગરમાવ્યું.

ગોધરા,બીજા તબકકાની ચુંટણી માટે 5 ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. ત્યારે ગોધરા વિધાનસભા બેઠકના મતદાન પહેલા વાવડી(બુ) ગ્રામ પંચાયતને નગર પાલિકામાં ધકેલી દેનારને મત આપતા પહેલા મતદારો ચિંતન કરે તેવી પત્રિકા સોશ્યલ મીડીયામાં વાયરલ થતાં રાજકીય ગરમાવો આવ્યો છે.

3 ડીસેમ્બરના રોજ 5 વાગ્યાના સમયે બીજા તબકકાના મતદાન પહેલા ચુંટણી પ્રચારના પડધમ સમી જશે અને ઉમેદવારો ખાટલા બેઠકો કરીને મતદાનના ગણિત બેસાડવા વ્યસ્થ થશે તેવા સમયે ગોધરા વિધાનસભા બેઠક વિસ્તારના ઉમેદવાર વિરૂદ્ધ સોશ્યલ મીડીયામાં પત્રિકા ફરતી કરાઈ છે. આ પત્રિકામાં 5 ડીસેમ્બરના રોજ મતદાન કરતાં પહેલા મતદારોને વાવડી (બુ) ગ્રામ પંચાયતનો નગર પાલિકામાં સમાવેશ કરવામાં આવી છે. પહેલા પંચાયતને સમરસ થતા રોકી, પંચાયતમાંં એકબીજા સાથે રાજકીય દુશ્મની ઉભી કરનાર કોણ, છેલ્લા 7 વર્ષથી હાઈકોર્ટમાં સ્ટે ચાલતો હતો. તે રાજકીય વગનો દુરઉપયોગ કરી સ્ટે ઉડાવ્યો તે કોણ, સાથે ગોધરા પાલિકા નજીકની ગ્રામ પંચાયતનો જાફરાબાદ, ગોવિંદી, લીલેસરા અને હમીરપુરને પાલિકામાંં ભેળવવાની ગતિવીધી કરનાર કોણ તેનું ધ્યાન રાખીને મતદારો મતદાન કરે તેવી પત્રિકા સોશ્યલ મીડીયામાંં વાયરલ થતાં રાજકારણમાં હડકંપ મચી જવા પામ્યો છે.