ગોધરા,
વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ દ્વારા દક્ષિણ ગુજરાત પ્રાંત ના યુવા શોર્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન તા.6/5/2022 થી તા.13/5/2022 દરમિયાન કરવા માં આવ્યું હતું. આ શિબિરમાં દક્ષિણ ગુજરાત પ્રાંત ના વિવિધ જિલ્લાઓ માંથી 130 જેટલા યુવાનો આવ્યા હતા.
જ્યાં યુવાનો ને શારીરિક અને બૌદ્ધિક સ્તરે મજબૂત કરવા માટે રોજ નિશ્ચિત કાર્યક્રમો રહેતા જેના દ્વારા યુવાનો માં રાષ્ટ્ર ભક્તિ જાગૃતતા આવે અને હિન્દૂ સમાજનું રક્ષણ કરવા માટે સજ્જ થાય, તા.13/5/2022 ના રોજ આ યુવા શોર્ય પ્રશિક્ષણ વર્ગ ના સમાપન કાર્ય માં રાષ્ટ્રીય બજરંગદળ સંયોજક સોહનસિંહજી સોલકી, સંત શ્રી રામશરણદાસજી મહારાજ, સંત શ્રી સંત પ્રસાદ મહારાજ, પ્રાંત મંત્રી અજયભાઈ વ્યાસ, પ્રાંત ઉપાધ્યક્ષ વિનોદભાઈ, કેન્દ્રીય પ્રબંધક સમિતિ ના સદસ્ય ડો. નલવાયા સાહેબ, છજજ જિલ્લા સંઘચાલક રાજેશભાઇ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન 7 દિવસ દરમિયાન પોતે શીખેલ શારીરિક પ્રાત્યક્ષિત રજુ કર્યું હતું અને આ કાર્યક્રમ માં ગોધરા ધારાસભ્ય સી.કે. રાઉલજી, હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, કાલોલ ધારાસભ્ય સુમનબેન ચૌહાણ અને જિલ્લા પંચાયત પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.