ગોધરા,ગોધરા વ્હોરવાડના ઢાળમાં મેશરી નદી નજીક આવેલ બંધ મકાનમાં આવેલ ગોડાઉન માંથી ઈલેકટ્રીક પંખા અને સરસામાનની ચોરીની ફરિયાદ નોંધાયલ હોય ત્યારે એલ.સી.બી.પોલીસને બાતમી મળી હતી કે, ઈલેકટ્રીક સરસામાની ચોરી કરેલ મુદ્દામાલ વાનમાં સગેવગે કરવાની પેરવી હોય તેવી બાતમીના આધારે પોલીસે વાસાપુર ગામે ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરી ત્રણ ઈસમોને 2,34,321/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા વ્હોરવાડ મેશરી નદી નજીક બંધ મકાનમાં આવેલ ગોડાઉન માંથી ઈલેકટ્રીક સામાનની ચોરીની ફરિયાદ ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે નોંધાયેલ હોય ત્યારે ગોધરા એલ.સી.બી. પોલીસને બાતમી મળી હતી કે, ગોડાઉનમાં ઈલેકટ્રીક ગોડાઉનમાં થયેલ ચોરી ગેનીની વાડી પાસે રહેતા ઓવેશ આરીફ ભોયુ અને તેના સાગરીતો કરેલ છે. ગોડાઉન માંથી ચોરી કરેલ ઈલેકટ્રીક સામાન, મારૂતીવાન જીજે.17.એજી.6341મ ભરીને સગેવગે કરવા ગોધરા સિગ્નલ ફળીયા થી નિકળી રેલ્વે ગળનાળા થઈ વાસાપુર ગામ તરફ જનાર છે. તેવી ચોકકસ બાતમીના આધારે એલ.સી.બી.પોલીસે નાકાબંધી કરી આરોપીઓ સલમાન ઈદ્રીશ ખાતુડા, મોહમદ ઈસ્માઈલ સુલેમાન, શાહનવાઝ યુનુસ સિદ્દીક શેખને ઝડપી પાડયા હતા. ઝડપાયેલ ઈસમો પાસેથી ઈલેકટ્રીક અલગ અલગ કંપનીના સીલીંગ પંખા નંગ-61, સીલીંગ મશીન, વાયરેલસ મ્યુઝીક સ્પિકર ચાર્મબલ ઈમરજન્સી લાઈન મળી 1,81,321/-રૂપીયા અને મારૂતીવાન મળી કુલ 2,34,321/-રૂપીયાના મુદ્દામાલ કબજે લેવામાં આવ્યા અને બી ડીવીઝન પોલીસ મથકનો ચોરીનો ભેદ ગણતરીના કલાકમાં ઉકેલ્યો.